સીએ ભણેલ યુવતી વૈભવી જીવનનો ત્યાગ કરી દીક્ષા લેશે

0
297

ભાવનગર,તા.૬
મુંબઈની સીએ કરતી પૂજા વૈભવી જીવનનો ત્યાગ કરી સંયમના માર્ગને પસંદ કર્યો છે. પૂજાનું કહેવું છે કે સમાજથી પણ મોટો સમાજ જીવન શાસનનો છે. પૂજાએ સીએનો અભ્યાસ પૂર્ણ કરીને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. પૂજા ભાવનગરના ઘોઘામાં આચાર્ય પ્રબોદચંદ્ર મ.સાની નિશ્રામાં દીક્ષા લેશે.
સયંમ જીવન મને મળશે એ વિચારમાત્રથી હું આનંદિત થાઉં છું કારણ કે જેમ જેમ હું જૈન શાસનમાં ટોપ ગુરુ ભગવાન અને આરાધનામાં ઓતપ્રોત થતી ગઈ તેમ તેમ મારી દીક્ષા લેવાની ભાવના પ્રબળ બની હતી. ઉપધાન તપની ભાવના પ્રબળ બની હતી. ઉપધાન તપની માફક એક એક અનુભવ લીધો અને ત્યારબાદ આશ્રમજીવનનો નિર્ણય લીધો છે. તેમ ઘોઘા ખાતે દીક્ષા લેનાર સી.એ.નો અભ્યાસ કરી પૂજા કમલેશભાઈ શાહ નામની મુંબઈની યુવતીએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY