ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અધેવાડા ગામેથી દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે બે ઈસમોને ઝડપી પાડયાં…..

0
408

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.પી.એલ.માલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી.એમ.એસ.ઠાકર સાહેબના ઓ ની સુચના મુજબ ભરતનગર પોલીસ સ્ટેશનનાં PI.જે.એમ.ચાવડા સાહેબ સાથે અમો ભરતનગર પોલીસ સ્ટેશનનાં પો.કો.એઝાઝખાન પઠાણ તથા.પો.કો.સંજયભાઈ ચુડાસમા તથા.પો.કો.નરેશભાઇ વાજા.તથા.પો.કો.હરપાલસિંહ ગોહિલ તથા પો.કો.ભુપેન્દ્રસિંહ ગોહિલ તથા હેડ.કો.ડી.સી.ગોહિલ તથા.પો.કો.મહેન્દ્રસિંહ સરવૈયા તથા પોલીસ સ્ટાફનાં અન્ય માણસો સાથે ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મહેન્દ્રસિંહ સરવૈયા ને અતીગોપનીય બાતમી મળતા તે બાતમી મુજબ અધેવાડા ગામે ઢાળ ચડતા ભાવનગર જવાના રોડે એક રીક્ષા પસાર થતાં તે શંકાસ્પદ જણાતાં તે રીક્ષાને ઉભી રખાવી ચેક કરતા તેમા બેસેલ અધેવાડા નો કુખ્યાત બુટલેગર પોપટભાઇ ધારશીભાઇ પરમાર જા.તે.દે.પુ.રહે અધેવાડા ગામ દે.પુ.વાસ.તેમજ બીજો ઈસમનું નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ પ્રહલાદભાઇ હેમુમલભાઇ ધ્રુસેજા.જા.સિંધી રહે નવુ સિંધુનગર શેરી નં.1 રૂમ નં 94 ભાવનગર વાળો મળી આવતાં તેમજ તે રીક્ષાનાં રજી નંબર GJ04 W 6931 ની અંદર તપાસ કરતાં દેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકની કોથળીમાં એક કોથળીમાં દેશી દારૂ લીટર 5-5 લીટર જેટલો હોય તે દરેક કોથળીમાં દેશી દારૂ લીટર 120/ તેમજ પાછળ ની સીટ પાસે પ્લાસ્ટીક ના કેન નંગ 06 તેમાં એક કેનમાં દેશી દારૂ લીટર 20/- તે 06 કેનમાં ભરેલ દારૂ લીટર 120/- તેમજ ટોટલ દેશી દારૂ ભરેલ કેન/કોથળીમાં લીટર 240/- ની કિંમત રૂપિયા 4,800/ તથા રીક્ષા કિંમત અંદાજીત 50,000/ તથા બંન્ને ઇસમો પાસેથી બે સેમસંગ કંપનીના ફોન તેની કિંમત રૂ 1,000/- કુલ ટોટલ કિંમત રૂ 55,800/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિ કલમ 65,ઇ 98(2) મુજબ ગુનો રજી કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે…..

આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનનાં પી.આઇ.જે.એમ.ચાવડા.તથા મહેન્દ્રસિંહ સરવૈયા તથા એઝાઝખાન પઠાણ તથા સંજયભાઈ ચુડાસમા તથા નરેશભાઇ વાજા તથા ભુપેન્દ્રસિંહ ગોહિલ તથા હરપાલસિંહ ગોહિલ તથા ડી.સી.ગોહિલ જોડાયા હતાં…..

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY