ભચાઉ તાલુકાના શિકરા પાસે થયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર પટેલ પરિવાર ને મૃત્યુ સહાય ની રકમનો ચેક અર્પણ કરાયો

0
61

ભચાઉ તાલુકા ના શિકરા ગામે એક મહિના અગાઉ માર્ગ અકસ્માત માં પટેલ પરીવાર નું દશ સભ્યો મૃત્યુ થયાં હતાં તેના પરિવાર ને કચ્છી મંત્રી વાસણ ભાઈ આહીર દ્વારા સહાય મળે તે માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ની કચ્છ મુલાકાત વેળા એ વાસણ ભાઈ આહીર એ રજુઆત કરતા મુખ્યમંત્રી એ વ્યક્તિ દીઠ એક લાખ રૂપિયા ની રકમ ની મુત્યુ સહાય ની જાહેરાત કરી હતી


આ મુત્યુ સહાય ની રકમ નો દશ લાખ નો ચેક આજ રોજ પીડિત પરિવાર ના ધરે જઈ વાસણ ભાઈ આહીર દ્વારા સુપરત કરવા માં આવ્યો હતો જેમાં ગાંધીધામ ના ધારા સભ્ય માલતી બેન મહેશ્વરી, માંડવી મુન્દ્રા ના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા,તાલુકા પંચયત ના પ્રમુખ શીતલબેન આહીર,તાલુકા ભાજપ ના મહામંત્રી વાઘજીભાઈ આહીર,શહેર ભાજપ ના પ્રમુખ ઉમિયાશંકરભાઈ રાજગોર,મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા,ભાડા ના પૂર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોર હાજર રહ્યા હતાં પીડિત પટેલ પરિવાર એ આ મુત્યુ સહાય આપવા બદલ રાજ્ય સરકાર ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો તેમજ ગુજરાત રાજ્ય ના મંત્રી વાસણ ભાઈ આહીર નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

બ્યુરોચીફ કચ્છ : બિમલ માંકડ 78746 35092

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY