લખનઉ,તા.૩૧
ઉત્તર પ્રદેશના કૈરાના લોકસભાની પેટાચૂંટણીમાં આરએલડી ઉમેદવાર ખાસ્સા આગળ થઇ ગયા છે. અહીં ભાજપ ઉમેદવાર મૃગાંક સિંહ સતત પાછળ રહ્યા છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભાજપનું ટ્રોલિંગ શરૂ થઇ ગયું છે. કૈરાના ચૂંટણી ગન્ના (શેરડી) વર્સીસ જિન્નાના મુદ્દા પર લડાઇ હતી. ચૂંટણી પ્રચાર દરમ્યાન આરએલડી નેતા જયંત ચૌધરીએ કહ્યુ કે અહીં જિન્ના નહીં ગન્ના મુદ્દો છે. જંયત ચૌધરીના આ નિવેદન પર સીએમ યોગી આદિત્યનાથે પણ પલટવાર કર્યો હતો. યોગીએ કહ્યુ કે જિન્નાની જગ્યાએ ગન્ના જ તેમની પહેલી પ્રાથમિકતા છે. પરંતુ તેઓ જિન્નાનો ફોટો પણ લાગવા દેશે નહીં. ચૂંટણીમાં રૂઝાન બાદ હવે ટિવટર પર ભાજપ પર ચુટકી લેવામાં આવી રહી છે.
ભાજપ ઉમેદવાર મૃગાંકા સિંહે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં પોતાની હાર સ્વીકારી છે. તેમણે કહ્યુ કે તમામ એક સાથે આવવાથી જે સમીકરણ બન્યા છે, કદાચ આથી જ આ પરિણામ આવ્યું છે. તેની સાથે જ મૃગાંકાએ કહ્યુ કે ગન્ના ખેડૂતોની નારાજગી પણ ભાજપને પછાડવાનું એક કારણ હોઇ શકે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







