ગીર સોમનાથના કોડીનારમાં આભ ફાટ્યું; ૨૪ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ

0
13

ગીર સોમનાથ,તા.૧૫
ગીર સોમનાથના કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો છે. ગતરાતે વરસેલા ભારે વરસાદના કારણે અંતરિયાળ વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ ગ્રામજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કોડિનારમાં ૨૪ કલાકમાં ૧૨ ઇંચ વરસાદથી ગોહિલની ખાણ ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાંથી જાણે ખળખળ નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જાવા મલ્યા હતા. ગામને જાડાતો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. લોકોનો શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
કોડિનારમાં સાંબેલધાર વરસાદ વરસતા ગામમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરમાં, ઘરની બહાર અને ગામના મુકય રસ્તાઓ પર પાણી ભરાતા ગ્રામજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ગોહિલની ખાણ ગામની પ્રાથમિક શાળાઓમાં પણ પાણી ભરાયા હતા. શાળાના કેમ્પસમાં પાણી ભરાયેલા જાવા મળ્યા. તો શાળાનો અડદો દરવાજા પાણીમાં ગરકાવ થયો હતો. ગામમાં આવેલી નાની-મોટી દુકાનમાં પણ પાણી ભરાઈ જતા દુકાનદારોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગામના ચોરા ફરતે ઘુંટણ સમા પાણી ભરાયેલા જાવા મળ્યા હતા.
સમગ્ર ગોહિલની ખાણ ગામે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું. અત્ર,તત્ર સર્વત્ર પાણી જ પાણી જાવા મળ્યુ હતું. ગામની આસપાસના આવેલા ખેતરોમાં પાણી ભરાયેલા જાવા મળ્યા હતા. ખેતરોમાં કેડ સમા પાણી ભરાઈ જતા પશુઓને ખવડાવવાનો ઘાસચારો નાશ પામ્યો છે. હાલતો ગોહિલની ખાણના ગામે કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ ગામ સંપર્ક વિહોણુ થયુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY