ખાવાપીવાની ચીજ વસ્તુઓમાં ભેળસેળને રોકવા માટે જુદા જુદા પ્રયાસો છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવ્યા હોવા છતાં તેને રોકવામાં સફળતા મળી નથી.
એક પછી એક અનેક કાયદા બનાવવામાં આવ્યા હોવા છતાં તેમાં નિષ્ફળતા હાથ લાગી રહી છે. ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ભેળસેળને રોકવા માટે હવે સરકાર વધારે કઠોર કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહી છે. સરકાર એક કઠોર કાયદો લાવવાની તૈયારીમાં છે. જેના ભાગરૂપે ખાદ્ય સુરક્ષા કાનુનમાં કેટલાક ધરખમ ફેરફાર કરવામાં આવનાર છે. જે હેઠળ ભેળસેળ કરીને લોકોના જીવન સાથે રમત રમનાર લોકોને આજીવન કારાવાસની સજા કરવામાં આવનાર છે. સાથે સાથે દસ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવનાર છે. આના માટે સુચિત પ્રસ્તાવના મુસદ્દા પર વાતચીત શરૂ થઇ ગઇ છે.
મુસદ્દો તૈયાર કરી લેવામાં આવ્યા બાદ તેમાં કઠોર જાગવાઇ ઉમેરી દેવામાં આવી છે. નવી કઠોર જાગવાઇ ઉમેરી દેવામાં આવ્યા બાદ ભેળસેળ કરનાર પર તવાઇ આવી શકે છે. સુચિત પ્રસ્તાવના મુસદ્દા પર ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડયા દ્વારા જનતા અને સંબંધિત પક્ષોના અભિપ્રાય મેળવી લેવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જા કે માત્ર સખ્ત કાયદો બનાવી દેવાથી ભેળસેળની સમસ્યા ઉકેલાઇ જશે નહી. આને સામાન્ય રીતે તો વધુ એક કાયદા તરીકે જ ગણવામાં આવનાર છે. હાલમાં જે કાયદા અસ્તત્વમાં છે તે પણ નબળા નથી. જા કે કાયદાના અમલીકરણમાં થતી તકલીફના કારણે તમામ પ્રકારની સમસ્યા ઉભી થઇ રહી છે. ધ્યાનથી જાવામાં આવે તો આ બાબત બિલકુલ કાંચની જેમ સ્પષ્ટ દેખાઇ આવે છે કે હાલમાં ભેળસેળને રોકવા માટે જે કોઇ પણ કાયદા છે તે કાયદા યોગ્ય હીતે અમલી કરવામાં આવી રહ્યા નથી. રેપના મામલે જે પ્રકારની સ્થતી છે તેવી જ સ્થતી ભેળસેળને લઇને રહેલી છે.
આજીવન કારાવાસ અથવા તો ફાંસની સજાની જાગવાઇ કરવામાં આવી હોવા છતાં તમામ જાશ વાતોમાં જ નજરે પડે છે. દોષિતને સજા અપાવતા પહેલા જ વ્યવસ્થાના હાથ પગ ફુલી દાય છે. હવે એવી આશા રાખીએ કે ખાદ્ય સુરક્ષાને લઇને સરકાર હવે એ ભુલ કરશે નહીં જે પહેલા અન્ય મામલામાં કરતી રહી છે. કડવી વાસ્તવિકતા એ છે કે ભેળસેળ કરનાર લોકોને કાયદાનો કોઇ પણ પ્રકારનો ભય નથી. સાથે સાથે તેમને લોકોની લાઇફની અથવા તો તેમની જાનની કોઇ ચિંતા નથી. દર વર્ષે દિવાળી પર સમાચાર આવે છે કે કેટલીક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં ટનો નકલી ધી, મિઠાઇ, માવાની ચીજા જપ્ત કરવામાં આવે છે. જા કે મિઠાઇ અને અન્ય ખાવા પીવાની ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનાર લોકોને સજા થઇ છે કે કેમ તે પ્રશ્ન યથાવત જ રહ્યો છે. તોડાક મહિના પહેલા સીએજીના રિપોર્ટમાં આ મામલે એક ભેળસેળ ભયજનક ચિત્ર સપાટી પર આવ્યુ છે. તેના કહેવા મુજબ એફએસએસએઆઇમાં લાપરવાહીનુ ચિત્ર એ છે કે હોટેલો, રેસ્ટોરન્ટ અને ભોજન વ્યવસાય સાથે જાડાયેલી ગતિવિધી માટે લાયસન્સ દેતી વેળા જરૂરી દસ્તાવેજાજમા કરવા માટેની ઔપતારિકતા પૂર્ણ કરવામાં આવતી નથી. બનાવટી દસ્તાવેજાના આધાર પર હાનિકારક અને બિન ખાદ્યપ્રદ્ય પદાર્થોને લીલીઝંડી આપી દેવામાં આવે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અધિકારી જે ૭૨ પ્રયોગશાળામાં તપાસના નમુના મોકલે છે તે પૈકી ૬૫ની પાસે સત્તાવાર માન્યતા પણ નથી. સીએજી ઓડિટ દરમિયાન એવી વિગત પણ ખુલી છે કે તેમાં ૧૫માં યોગ્ય ખાદ્ય નિષ્ણાંતો પણ નથી. વિકસિત દેશોમાં ગ્રાહક આંદોલન ખુબ મજબુતી સાથે ચાલે છે. જેથી ભેળસેળ કરનાર લોકોની સામે જારદાર કાર્યવાહી કરવામાં આવેછે. પરંતુ ભારતમાં આજે પણ આ મામલાને લઇને વધારે જાગૃતિ આવી નથી. લોકો ગંભીર અને સાવધાન બન્યા નથી. જેથી લાપરવાહી જારી રહી છે. જા કે સુચિત પ્રસ્તાવમાં એક સારી બાબત એછે કે તપાસ માટે લેવામાં આવેલા નમુના પર રિપોર્ટ હવે પાંચ દિવસની અંદર જારી કરવી પડશે. જા કે આને માટે મજબુત અને સક્ષમ ઇન્ફ્રાસ્કચર તૈયાર કરવાની જરૂર પડશે. સાથે સાથે દરોડા અને તપાસ માટે જા પુરતા પ્રમાણમાં કર્મચારીઓહોય તો ભેળસેળની સમસ્યાને વહેલી તકે દુર કરી શકાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



