ભિલાડ ફાયરિંગ બટ વિસ્તારમાં તા.૧૫’મીથી પ્રવેશ પર પ્રતિબંધ જાહેર જનતા તથા પશુપાલકો માટે સૂચના

0
7

વલસાડ, તા.૧૨
વલસાડ જિલ્લાના ભિલાડ ફાયરિંગ બટ વિસ્તારમાં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ૧૪ના અધિકારી જવાનોની ફાયરિંગ પ્રેકિટસ ચાલી રહી છે. જે તા.૧૫મી નવેમ્બર ૨૦૧૮ સુધી દરરોજ સવારે ૭.૦૦ થી સાંજના ૬ કલાક સુધી યોજાશે.
આ ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન કોઈપણ વ્યક્તિને ઈજા ન થાય તે હેતુસર વલસાડના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કમેલશ બોર્ડરે એક જાહેરનામા દ્વારા ફાયરિંગ બટ ભિલાડ તા.ઉમરગામ. જિ. વલસાડના ૨ કિ.મી. વિસ્તારમાં ઉપરોક્ત સમય અને તારીખે આજુબાજુના રહીશો તેમજ બહારના કોઈ અનઅધિકૃત વ્યક્તિઅોને આ જમીનની હદ વિસ્તારમાં પ્રવેશ કરવા અથવા હદમાં ફરવા તેમજ કોઈપણ ઢોર માલિકો તેમના ઢોર ઢાંખરને લઈને પ્રવેશ કરવા ઉપર મનાઈ ફરમાવી છે. ગોળીબાર પ્રેક્ટિસ દરમિયાન ગોળીબારથી ઈજા ન થાય તે માટે જાહેર જનતાને સાવચેત રહેવા પણ જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY