ભીમાસરમાં દલિતો એકાએક કેમ ભડક્યાં? પોલીસની ખાત્રી બાદ ચક્કાજામ પૂર્ણ !

0
233

અંજારઃ ભીમાસરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને જોડાંનો હાર પહેરાવવાના બનાવમાં અંજાર પોલીસે પકડેલાં ત્રણ શકમંદોને રાજકીય દબાણ હેઠળ બચાવવા પ્રયાસો શરૂ થતાં ગામનાં દલિતોએ ગઈકાલથી દબાવી રાખેલો રોષ આજે બહાર આવી ગયો હતો. રોષે ભરાયેલાં દલિતોએ આજે સવારે 11 વાગ્યે ભીમાસર નજીક અંજાર-ભચાઉ રોડ અને નજીકના રેલવે ટ્રેક પર ટાયરો સળગાવી અને આડશો મુકી ચક્કાજામ કરી દીધો હતો. દલિતોના આક્રોશ અને ચક્કાજામના પગલે પૂર્વ કચ્છના એસપી ભાવનાબેન પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા. તેમણે સમજાવટ કરતાં આખરે બપોરે દોઢ-બે વાગ્યે દલિતોએ રોડ ખુલ્લો કરી દીધો હતો.

24 કલાકની મહેતલ છતાં શા માટે એકાએક ઉશ્કેરાયાં દલિતો?

ગઈકાલે બાબાસાહેબની પ્રતિમાને જોડાંનો હાર પહેરાવાતાં દલિત સમાજમાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યાં હતા. તેમ છતાં દલિતોએ સંયમ રાખી પોલીસ તંત્રને 24 કલાકમાં આરોપીઓ પકડી પાડવા આજે સાંજે છ વાગ્યા સુધીની મહેતલ આપી હતી. દરમિયાન, પોલીસે આ બનાવમાં ત્રણેક શકમંદોને રાઉન્ડ અપ કર્યાં હોવાના સમાચાર પ્રસર્યાં હતા. એટલું જ નહીં, શકમંદોને બચાવવા રાજકીય પ્રયાસો શરૂ થયાં હોવાની વાતો ફેલાતાં દલિતોએ પોલીસ સમક્ષ શકમંદોના નામ જાહેર કરી તેમની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માંગણી કરી હતી. પરંતુ, પોલીસે શકમંદો સામે સજ્જડ પૂરાવા નહીં હોવાનું જણાવી હાલના તબક્કે તેમના નામ જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી ભીમાસરના દલિત આગેવાનોએ રોષે ભરાઈને ચક્કાજામ કર્યો હતો. જેમાં આસપાસના ગામનાં દલિતો પણ જોડાયાં હતા. જો કે, અંજારના પીઆઈ બી.આર.પરમારે શકમંદો વિરૂધ્ધ શક્ય તેટલી ઝડપે પૂરાવા મેળવી લઈ બનતી ત્વરાએ ફરિયાદ દાખલ કરવાની ખાત્રી આપતાં છેવટે ચક્કાજામનું આંદોલન સમેટી લેવાયું હતું. ગામના સરપંચ દિનેશ તુગરીયા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જખુભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, જો પોલીસ આરોપીઓને ત્વરિત નહીં પકડે અને કોઈ દબાણમાં આવીને કામ કરશે તો દલિત સમાજ ફરી રસ્તા પર ઉતરી પડશે

ગૌતમ બુચિયા
9714065405

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY