ભરૂચઃ
તા.૦૧/૦૫/૨૦૧૮ ના રોજ ગુજરાત ગૌરવ દિનની રાજ્યજકક્ષાની ઉજવણી ભરૂચ જિલ્લા ખાતે થનાર છે. જે કાર્યક્રમમાં ગુજરાત રાજ્યલના માન.રાજ્યકપાલશ્રી તથા માન.મુખ્યપમંત્રી પધારનાર છે તેમજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત અલગ – અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઝાડેશ્વરથી પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરેડનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અનુસંધાને તા.૨૭/૦૪/૨૦૧૮ થી તા.૨૯/૦૪/૨૦૧૮ સુધી પોલીસ પરેડના રીહર્સલ દરમ્યારન ૧૭:૦૦ કલાક થી ૧૮:૩૦ કલાક સુધી તેમજ તા.૦૧/૦૫/૨૦૧૮ ના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે પોલીસ પરેડનો કાર્યક્રમ થનાર હોય જેથી ૧૪:૦૦ કલાક થી ૧૯:૦૦ કલાક સુધી જાહેર જનતાની સલામતી માટે પ્રમુખસ્વાામી રોડ (ઝાડેશ્વર રોડ) તેમજ ઝાડેશ્વર ચોકડીથી ઝાડેશ્વર ગામ, સાંઇ મંદિર ચાર રસ્તાિથી તુલસીધામથી જ્યોરતિનગરથી ભાથીજી મંદિર, મકતમપુર જવાના નાકા સુધીનો તમામ પ્રકારનો વાહન વ્યીવહાર ડાયવર્ટ કરવો આવશ્યેક જણાય છે.
આ હુકમ વી.વી.આઇ.પી./વી.આઇ.પી. સરકારી વાહનો તેમજ સરકારી ડયુટી(ફરજ) ઉપરનાં કર્મચારી/અધિકારીઓના વાહનો, એમ્યુકતમ લન્સજ, ફાયર બ્રિગેડ જેવી આવશ્યીક સેવાના વાહનોને લાગું પડશે નહિ.
આ રસ્તોહ બંધ થવાથી વૈકલ્પિમક વ્યનવસ્થાય તરીકે ઝાડેશ્વર તરફથી આવતા વાહનો ઝાડેશ્વર સર્કીટ હાઉસથી ઝાડેશ્વર ગામમાં થઇ દુબઇ ટેકરી થઇ મકતમપુર ગામ થઇ ભાથીજી મંદિર મકતમપુરથી ભરૂચ તરફ જઇ શકશે. કસક તરફથી આવતા વાહનો કસક સર્કલથી શીતલ સર્કલ થઇ એ.બી.સી. સર્કલ થઇ નર્મદા ચોકડી તરફ તેમજ ભાથીજી મંદિરથી મકતમપુર ગામ થઇ ઝાડેશ્વર તરફ જઇ શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






