ભોપાલ,તા.૧૬
ચૂંટણી સુધી મોઢું નહી ખોલનારા કોંગ્રેસના પીઢ નેતા દિગ્વિજયસિંહે આખરે મોટુ નિવેદન આપ્યુ છે. મધ્યપ્રદેશમાં સીએમ તરીકે કમલનાથની આગેવાની હેઠળ કોંગ્રેસ સરકાર બનાવવાની છે અને શપથગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દિગ્ગીરાજાએ કહ્યું છે કે ભાજપ હજી પણ કોંગ્રેસ, એસપી અને બીએસપીના ધારાસભ્યોના સંપર્કમાં છે અને જોડ તોડના રાજકારણમાં વ્યસ્ત છે.
તેમણે કહ્યું હતુ કે ભાજપના મંત્રીઓ સત્તા ગઈ છે તે પચાવી શકતા નથી.આ તમામને શરમ આવવી જોઈએ, એક પણ કોંગ્રેસી ધારાસભ્ય તેમની છાવણીમાં જવાનો નથી.
તેમણે શિવરાજસિંહ પર વ્યંગ કરતા કહ્યું હતુ કે શિવરાજસિંહ આભાર માનવા રાજ્યમાં આભારયાત્રા કાઢવાના છે.સારુ છે કે એ બહારને તેમને કોઈ કામ મળી જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



