ભુજ ના સુખપર ગામે શૌચાલયના દરવાજાને સ્પર્શતા વીજ કરંટ લાગવાથી પાંચ વર્ષીય બાળકનું મોત

0
212

ભુજ તાલુકાના સુખપર ગામે પાંચ વર્ષીય બાળકને વીજ કરંટ લાગવાથી મૃત્યુ થવાની ગોઝારી ઘટના સામે આવતા અરેરાટી વ્યાપીજવા પામી છે પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ મોહન રવજી કોલી ઉ.વર્ષ (૫) પાંચ રહે.મફત નગર સુખપર તાલુકો ભુજ પોતાના ઘરમાં શૌચાલયમાં શૌચક્રિયા કરવા જઈ રહ્યો હતો ત્યારે લોખંડના દરવાજાને અડતાની સાથેજ જોરદાર વીજ કરંટ લાગ્યો હતો આ ઘટનાને પગલે ઘાયલ થયેલ બાળકને તાત્કાલીક પરિવારજનો દ્વાર સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લવાયો હતો જયાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો મૃતક બાળકના ઘર નજીકથી વીજ લાઇન પસાર થતી હોઈ અને વરસાદી વાતાવરણના કારણે ભેજ લાગવાથી વીજ કરંટ પસાર થવાથી અર્થીગ શૌચાલય ના દરવાજામાં પસાર થયો હોય અને આ ગોઝારી ઘટના બની શકવાની પ્રાથમિક તબક્કે પરિવાર જનો દ્વારા જાણવા મળી રહ્યુંછે આ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે શોક ભર્યું વાતાવરણ બની જવા પામ્યું હતું

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY