લોનની ચૂકવણી નહી કરનાર ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર છે.

0
164

ન્યુ દિલ્હી,તા.૨૫
એક તરફ દેશના ખેડૂતોની સ્થિતિ દેવાના ડુંગર તળે ખસ્તાહાલ છે. તો બીજી તરફ કેટલાક ઉદ્યોગપતિઓ બેંકોની લોનનું ફૂલેકું ફેરવીને દેશમાંથી ફરાર થઈને જલ્સા કરે છે. જ્યારે નાની લોનની ચુકવણી નહીં કરી શકનારા ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બની જાય છે. દેશના કારોબારીઓની નોન પરફોર્મન્સ એસેટ્‌સ ખેડૂતોની એનપીએ કરતા નવ ગણી વધારે છે. છતાં ખેડૂતોના દેવા માફીમાં ઠાગાઠૈયાના વલણ ખરેખર સમરથ કો દોષ નહીં ગોસાઈની વર્ષો પહેલા કહેવાયેલી ઉÂક્તને સાચી ઠેરવી રહ્યા છે.
ભારતમાં ખેડૂતોની નોન પરફોર્મન્સ એસેટ્‌સ ૬૬ હજાર ૧૭૬ કરોડ છે. તો ઉદ્યોગોની એનપીએ પાંચ લાખ ૬૭ હજાર ૧૪૮ કરોડ છે. દેશની સંપૂર્ણ એનપીએ પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે આ રકમ સાત લાખ ૭૬ હજાર ૬૭ કરોડ રૂપિયા છે. તેમાની છ લાખ ૮૯ હજાર ૮૦૬ કરોડ રૂપિયાની એનપીએ જાહેરક્ષેત્રની બેંકની છે. તો ૮૬ હજાર ૨૮૧ કરોડ રૂપિયાની એનપીએ ખાનગી બેંકોમાં છે.
ખાનગી બેંકોની સરખામણીએ જાહેરક્ષેત્રની બેંકોની એનપીએ આઠ ગણાથી ઘણી વધારે છે. મધ્યપ્રદેશના નીમચના વતની સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે માહિતી અધિકાર હેઠળ જાણકારી પ્રાપ્ત કરી છે. તેમા ખેડૂતો અને ખેતી સાથે જાડાયેલા લોકોની એનપીએ ૬૬ હજાર ૧૭૬ કરોડ રૂપિયા છે. જેમા જાહેરક્ષેત્રની બેંકમાં ૫૯ કરોડ ૧૭૭ કરોડ અને ખાનગી બેંકોમાં છ હજાર ૯૯૯ કરોડ રૂપિયા છે. જ્યારે ઉદ્યોગ જગતની એનપીએ પાંચ લાખ ૬૭ હજાર ૧૪૮ કરોડ રૂપિયા છે. તેવામાં જાહેરક્ષેત્રની બેંકોના પાંચ લાખ ૧૨ હજાર ૩૫૯ કરોડ અને ખાનગી બેંકોની એનપીએ ૫૪ હજાર ૭૮૯ કરોડ રૂપિયા છે.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા વિવરણ મુજબ સેવા ક્ષેત્રની એનપીએ એક લાખ ૧૨૮ કરોડ રૂપિયા છે. તેવામાં જાહેરક્ષેત્રની બેંકોમાં એનપીએ ૮૩ હજાર ૮૫૬ કરોડ તથા ખાનગી બેંકોમાં સેવાક્ષેત્રની એનપીએ ૧૬ હજાર ૨૭૨ કરોડ રૂપિયા છે. તેના સિવાયના અન્ય ક્ષેત્રોની એનપીએ ઘણી ઓછી છે. બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિશેષજ્ઞો પ્રમાણે એક પ્રકારે તે ડૂબતા ખાતાની રકમની શ્રેણીમાં આવે છે. આ રકમને બેંક રાઈટ ઓફ જાહેર કરીને પોતાની બેલેન્સ શીટને સાફ-સુથરી બનાવી શકે છે.
ગત પાંચ વર્ષોમાં બેંકોએ ત્રણ લાખ ૬૭ હજાર ૭૬૫ કરોડ રૂપિયાની રકમ પરસ્પર સમજૂતી હેઠળ રાઈટ ઓફ કરી છે. બેંકિંગ ક્ષેત્રના જાણકારો મુજબ.. બેંકોની ખરાબ સ્થિતિનું એક કારણ એનપીએ છે.. તો બીજું કારણ પેન્ડિંગ લોન્સ છે. બેંક દ્વારા જે રકમ રાઈટ ઓફ કરવામાં આવે છે.. તે સામાન્ય ગ્રાહકોના ખાતામાંથી જ વસૂલવામાં આવે છે. એનપીએ પ્રત્યક્ષપણે એવી રકમ છે કે જેની વસૂલાત કરવામાં બેંક અસફળ નજરે પડે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY