ભુજના ભુજીયા તળેટી તથા માધાપર ગામના ભવાની હોટલ પાછળ આશાપુરા સોસાયટી વિસ્તારમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજએ પકડી પાડયો છે.
પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબની સુચનાથી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શ્રી એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ શહેર / ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતાં ફરતાં આર.ટી.ઓ. રીલોકેશન સર્કલ પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, આર.ટી.ઓ. સર્કલ થી આત્મારા સર્કલ તરફ જતા રીંગરોડ તરફ રીંગ રોડ ઉપર ભુજીયાની તળેટી પાસે રોડ ઉપર બે ઇસમો પોતાની કબ્જાની આપે છકડો રીક્ષામાં ઇંગ્લીશ દારૂ રાખી છુટકમાં ઇંગ્લીશ દારૂની બોટલોનું વેંચાણ કરે છે, તેવી સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળતા તુરંત જ બાતમી હકીકત આધારે વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) કાસમ ઓસ્માણ ભટ્ટી, ઉ.વ.૩પ, રહે.ભવાની હોટલ પાછળ, ગુરૂકૃપા સોસાયટી, મકાન નં.ર૪-સી, તા.ભુજ, મુળ રહે. ગામ ઝુરા, તા.ભુજ તથા નં.(ર) સુરેન્દ્રકુમાર જગબીરસીંગ જાટ, ઉ.વ.૩૩, હાલ રહે.માધાપર ભવાની હોટલ પાછળ, આશાપુરા સોસાયટી, મુળ રહે. ગામ-બરોણા, તા.ખરખોદા, જિ.સોનીપત (હરીયાણા) વાળાના કબ્જામાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ બેસ્ટો રમ ૭૫૦ એમ.એલ. ની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧ર મળી આવેલ તેમ જ યુકતિ પ્રયુકિતથી વધુ પુછ પરછ કરતા આરોપી સુરેન્દ્રકુમાર જગબીરસીંગ જાટે જણાવેલ કે આ દારૂ સીવાય બીજો દારૂનો જથ્થો ભવાની હોટલ પાછળ આશાપુરા નગરમાં આવેલ મારા ઘરે પડેલ છે તેમ જણાવતા તુરંતજ મજકુરને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા મકાનના પાછળના ભાગે ગેલેરીમાંથી એક લોખંડના ટંકમાંથી અન્ય બોટલો નંગ-૫૩ મળી આવેલ એમ કુલ્લે ઇંગલીશ દારૂ ની બોટલો નંગ-૬૫, કિ.રૂા.૨૨,૭૫૦/- એક થેલ્લો તથા લોખંડનો ટંક કિ.રૂ.૧૦૦/- તથા દારૂ ની હેરા ફેરી માટે ઉપયોગમાં લીધેલ પીયાગો કંપનનીનો છકડો રીક્ષા કિ.રૂા.૫૦,૦૦૦/- એક કુલ્લે કી.રૂા.૭૨,૮૫૦/- નો પ્રોહી મુદામાલ કબજે કરેલ છે, તથા બન્ને આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર થવા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને ફરીયાદ આપેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




