પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા ભુજ ના માર્ગદર્શન હેઠળ અને એલ.સી.બી.ભુજના પોલીસ ઈન્સ્પેકટર જે.એમ.આલ તેમજ પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.બી.ઔસુરા ની સુચનાથી એલ.સી.બી.પશ્ચિમ કચ્છ ભુજના સ્ટાફના માણસો પ્રોહીબિશન અંગે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ કોન્સટેબલ મહીપાલસિંહ ત્રીપાલસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી હકીકત આધારે ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઉર્ફે પ્રવિણસિંહ જાડેજા રહે.વાલદાસનગર, પાર્થ બંગલો-૪, મકાન નંબર.૩, ભુજ મુળ રહે.ગામ-ટપ્પર, તા.મુન્દ્રા-કચ્છ વાળાની કબજાની ઓફીસમાથી ઈગ્લીશ દારૂની જુદી જુદી બોટલો નંગ-૧૧, કિ.રૂ.૪,૫૦૦/-ના પ્રોહીબિશન ના મુદ્દામાલ સાથે એલ.સી.બી. સ્ટાફના માણસોએ આરોપી ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઉર્ફે પ્રવિણસિંહ જાડેજાને પકડી પાડેલ અને પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી થવા માટે ફરીયાદ આપેલ અને મજકુર આરોપી વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમા પણ અગાઉ ઈગ્લીશ દારૂના વેચાણ અંગે કેસ થયેલ છે ત્યારે આગળ ની કાર્યવાહી ચલાવી રહી છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




