કચ્છમાં પબ્લિક પ્રોસિકિયુંટરની થશે નિમણૂક, રાજય સરકારે મંગાવી અરજીઓ

0
56

ભૂજ,તા.૬
કચ્છ જિલ્લામાં ભુજ-કચ્છ ખાતે ૧ (એક) મદદનીશ સરકારી વકીલ/એડીશ્નલ પબ્લિક પ્રોસિકયુટરની નવી નિમણુંક કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેની નવી જગ્યા ભરવા માટે, ૧૮૯૭૨ના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૨૪(૩) તથા લો ઓફીસર્સ રૂલ્સ-૨૦૦૯ના નિયમ ૪(૫) મુજબ પેનલ તૈયાર કરવાની છે. લો ઓફિસર્સ-૨૦૦૯ ના નિયમ પ(૨) પ્રમાણે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા વકીલ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
જિલ્લા કોર્ટમાં ઓછામાં ઓછા ૭ વર્ષથી સક્રિય હોવા જાઇએ. ઉમેદવારની ઉમર ૫૫ વર્ષથી વધુ ન હોવી જાઇએ. ઉમેદવાર પોતાની નિમણુંકના ઓછામાં ઓછી ૩ વર્ષ પૂર્વેની મુદત માટે આવકવેરા કરદાતા હોવા જાઇએ. આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ અત્રેની કચેરીએથી, કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ તથા ડેકલેરેશન ફોર્મ મેળવી, નિયત નમૂનામાં પોતાની અરજી સાથે જન્મ તારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રીર્ટન સામેલ રાખીને રૂ.૨૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી/એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષનું ડેકલેરેશન સાથે કલેટકર કચેરી, જિલ્લા સેવાસદન, ભુજને મોડામાં મોડા તા.૨૫/૧/૨૦૧૯ સુધી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણા હેઠળ લેવામાં આવશે નહીં.
અનુ.જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયમોનુસાર અગ્રતા આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY