આસપાસના લોકો દોડી આવતા પરિણીતાનો જીવ બચી ગયો
સુરત, તા.૩
વકતાણા ગામમાં પત્ની ઉપર શંકા રાખી કુહાડીનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી પતિ નાસી ગયો હતો. બનાવ સંદર્ભે પત્નીએ પતિ વિરદ્ધ ફરિયાદ નોîધાવી હતી.
સચીન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વકતાણા ગામ નાઈકીવાડમાં રહેતા હસમુખ મોહન રાઠોડે પોતાની પત્ની ઉપર શંકા રાખી ઝઘડો કરી લાકડા કાપવાની કુહાડીથી હુમલો કરી પગના ભાગે ઈજા પહોંચાડી માર મારતા પત્નીએ બૂમાબૂમ કરી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવતા પતિ ઘરેથી નાસી ગયો હતો. બનાવ અંગે પત્નીએ પતિ વિરુદ્ધ સચીન પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાવી હતી. આમ વકતાણા ગામે શંકાશીલ પતિએ પત્ની સાથે ઝઘડો કરી લાકડા કાપવાની કુહાડીïથી પત્નીને ઈજા પહોચાડી નાસી છૂટયો હતોï. જે અંગે પત્નીએ સચીન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




