સરહદી ગામોના સ્વાસ્થ્ય કેન્દ્રો પર દવાઓનો સ્ટોક રાખવા આદેશ

0
8

કચ્છ અને જામનગરના એરફોર્સ સ્ટેશનનોને સ્ટેન્ડ ટુ રખાયા
ભુજ,તા.૨૭
રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદે અડીને આવેલા કચ્છ, પાટણ અને બનાસકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારમાં આવેલા જિલ્લાના ગામોના સ્વાસ્થ્ય કેન્દ્રોના દવાના જથ્થો તૈયાર રાખવા માટે હેલ્થ વિભાગે જણાવી દીધું છે. તમામ ગામોના પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં દવાનો સ્ટોક અને જરૂરી મેડિકલ સુવિધા સજ્જ રાખવા આદેશ આપી દેવામાં આવ્યા છે. જ્યારે બુધવારે કચ્છ અને જામનગરના એરફોર્સ સ્ટેશનનોને સ્ટેન્ડ ટુ રખાયા છે.
ભારતીય વાયુસેનાને એલર્ટ રહેવાના પગલે જામનગર અને ભુજ એરબેઝ સ્ટેશન પર વાયુસેનાના જવાનોને સજ્જ કરીને પ્લેનોને સ્ટેન્ડ ટુ રખાયા છે. જ્યારે દરિયાઈ વિસ્તારોમાં પણ મરીન પોલીસ, નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સીમાઓ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
કચ્છ, બનાસકાંઠાની સુઈગામ અને પાટણની સાંતલપુર પાસેની આંતરરાષ્ટ્રીય સરહદે સેના ખડેપગે છે. સામે કચ્છ સરહદ પાર કચ્છ બોર્ડરે વિઘા કોર્ટ પિલર નં.૧૧૧૧ની સામે પાકિસ્તાની આર્મીની હિલચાલમાં વધારો થયો છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY