પ્રાર્થના કરીએ કે ખાણમાં ફસાયેલી ૧૫ જીંદગીઓ બચી જાય…!!!

0
4

૨૦૧૮નું વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે આ જ વર્ષમાં એક ઘટનાએ ભારત સહિત સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. જેમાં થાઈલેન્ડમાં એક ગુફામાં ફસાયેલા ૧૨ બાળકોને બચાવાના હતા. ગુફામાંથી પાણી કાઢવા માટે ભારતથી કિલોસ્કર નામની કંપનીએ જે શકિતશાળી પમ્પ મોકલ્યો તેના કારણે ૧૨ જીંદગી બચી ગઈ હતી. આવી જ એક દુર્ઘટના ભારતના મેઘાલય રાજ્યની કોલસાની એક ખીણમાં બની છે. જેમાં ૧૫ મજૂર ફસાયા છે. ખાણમાં પાણી ભરાઈ ગયું છે. જેને ૧૫ દિવસ થવા આવ્યા પરંતુ ખાણમાંથી સરકાર પાણી ના કાઢી શકી કે જેથી ૧૫ જીંદગીઓ બચી શકે. કહેવામાં તો એવું આવી રહ્યું છે કે ભારતે થાઈલેન્ડમાં પાણી ખેંચવાવાળા મહાશકિતશાળી પંપ મોકલ્યા પણ પોતાના જ દેશના ભાગમાં આવો પમ્પ ૧૫ દિવસ સુધી મોકલી ના શકી અને હવે એવુ કહેવામાં આવી રહ્યું છે કે ખાણમાં ફસાયેલા ૧૫ જીંદગીઓ બચાવવા માટે પ્રાર્થના જ એક રસ્તો છે.
સત્તાધારીઓની વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં આ મુદ્દો ઉઠાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. કહેવાઈ એ રહ્યું છે કે આ મજૂરો ગેરકાયદેસર રૂપે ખાણમાંથી કોલસા કાઢી રહ્યા હતા તો શું તેમને બચાવવાની સરકારની ફરજ નથી બનતી કે શું? તેમને બચાવીને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે પરંતુ પહેલા તેમને બચાવવાના પ્રયત્નો તો કરે. મેઘાલયમાં ભાજપની સરકાર છે. કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે એટલા માટે મેઘાલયની સરકાર એવુ નથી કહી શકતી કે તેની સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. પાછલા ૧૫ દિવસથી આ ૧૫ જીંદગીઓ બચાવવા માટે કેવા પ્રયત્નો કરવામાં આવ્યા એ તો સરકાર જાણે પરંતુ ખાણમાંથી પાણી કાઢવા માટે ભારતની જ એક પોતાની કંપનીમાંથી મહા શÂક્તશાળી પંપ મંગાવવામાં આવ્યો ન હતો એ સામે આવી રહ્યું છે. કેમ કે જા આવુ થયું હોત તો અત્યાર સુધીમાં એ મજૂરો બહાર જીવતા હોત પણ એવુ ના થયુ અને હવે તેઓ જીવતા બહાર આવશે કે નહી તેની કોઈ ગેરંટી નથી. હજી સુધી માત્ર ત્રણ હેલ્મેટ મળી શક્યા છે.
મેઘાલયની ખીણમાં ફસાયેલા ૧૫ મજૂરોની દર્દભર્યા સમાચારો વિદેશી મીડિયાને પણ મળી ગઈ છે. અને ભારત સરકારની બેદરકારીની ખબરો છપાઈ રહી છે. ડેલી મેલે લખ્યુ કે ભારતના બચાવદળે ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરોને છોડ્યા..!! એબીસી ન્યૂઝે છાપ્યુ કે મજદૂરોને આપણી દુવાઓની જરૂરત. એનડીઆરએફ દ્વારા ગાર્ડિયને પમ્પના મળવ્યાની જીદ કરી છે. ૧૫ દિવસથી ૧૫ જીંદગીઓ જમીનથી લગભગ ૩૦૦ ફૂટ નીચે ફસાયેલી છે પરંતુ ભારતના મિડિયાએ આ અંગે કેટલી ખબરો આપી એ પણ એક સવાલ છે. સરકારને કેટલી જગાડી…? દુઃખ સાથે કહેવું જાઈએ કે ભારતના મીડિયાએ ૧૫ જીંદગીઓની કોઈ દરકાર ના કરી મહત્વ ના આપ્યુ. પરંતુ મહ¥વ આપ્યુ હોત તો અત્યારે સુધીમાં પંપ પહોંચી ચૂક્યો હોત અને ૧૫ જીંદગીઓ બચી જાત. હવે તો બસ આ ૧૫ જીંદગીઓ માટે ફક્ત પ્રાર્થનાઓ જ બાકી બચી છે આવો આપણે બધા મળીને આ મજૂરોની જીંદગી માટે પ્રાર્થના કરીએ..

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY