ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ઉજવવામાં આવ્યું

0
257

આજરોજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતરાજ્યના મંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં મંત્રીશ્રી વાસણભાઇ આહિર હસ્તે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશભાઈ વ્યાસ, પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય ભાઈ પરમાર, સમાજ કલ્યાણના અધિકારી અઘરા સાહેબ, આલફેડ હાઈસ્કૂલના આચાર્યશ્રી બી.એમ. વાઘેલા અને ભાજપના અગ્રણી ભરત ભાઈ સંઘવીની ઉપસ્થીતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ-૧માં ૨૩ વિદ્યાર્થીઓ અને ધોરણ-૯માં ૧૭૦ વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ દ્વારા પ્રવેશ આપવામાં આવેલ છે. કન્યા કેળવણી ભાગરૂપે સરકારી શિક્ષક સંઘ દ્વારા રૂ.૫૧,૦૦ કન્યા કેળવણી કાર્યક્રમ માટે આપવામાં આવેલ છે. મંત્રીશ્રી વાસણભાઇ આહિરે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સાથોસાથ વૃક્ષો રોપીને‌ વૃક્ષારોપણ કર્યું હતું.

 

જંગ એ ગુજરાત ન્યુઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજ અધિકાર કલ્યાણ દ્વારા ચાલતા આશ્રમમાં ૨૦૧૮ ધોરણ ૧૦નું રિઝલ્ટ ૯૫ થી ૯૮% તેનાથી ઓછું આવ્યું નથી, પહેલાના સમયમાં લોકો પોતાના બાળકોને સરકારી શાળાઓમાં મોકલતા ન હતા. આજે લોકો આશ્રમોમાં મોકલે છે અને પ્રાઈવેટ શાળા કરતાં સારું રીઝલ્ટ સમાજ કલ્યાણના આશ્રમ મેળવે છે. સમાજ કલ્યાણના આશ્રમ એટલે પ્રજા માટે મોટી ઉપલબ્ધિ છે તેમ વાસણભાઇ આહિરે જણાવ્યું હતું.

અહેવાલ ગૌતમ બુચિયા ૯૭૧૪૦૬૫૪૦૫

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY