ભુજના હોસ્પિટલ રોડથી લાલટેકરી સુધીનો રસ્તો મૃતપાય અવસ્થામાં ને તંત્ર કુંભકર્ણ નીનિંદ્રામાં !!

0
190

ભુજ: ભુજના હોસ્પિટલ રોડથી લાલટેકરી સુધીનો રસ્તો દિવસે દિવસે ખરાબ થતો જાય છે. હોસ્પિટલ રોડ પર સંખ્યાબંધ હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલ રોડથી લાલ ટેકરી સુધીનો રસ્તો બીમાર હાલત હોવાને કારણે વાહનચાલકો અને પ્રજાજનો એ મુશ્કેલી વેઠવી પડે છે . હોસ્પિટલ રોડ પર આવેલી હોસ્પિટલમાં આવતા દર્દીઓ, ઈજાગ્રસ્ત અને બીમાર લોકો આવતા હોય , ત્યારે ઉબડખાબડ રસ્તા ના કારણે લોકો વધુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. હોસ્પિટલ રોડ એટલે ધમધમતો વિસ્તાર કહેવાય છે, હોસ્પિટલ રોડ પર અનેક લોકો બહારગામથી સારવાર માટે આવે છે. ત્યાંના રહેવાસીઓ દરરોજ ખાડા-ખબડા વાળા રસ્તા પર અવર-જવર કરે છે, ત્યારે આ રસ્તો ત્યાંના રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે. તંત્ર એ તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ. તંત્ર ઘોર નિદ્રામાંથી જાગીને હોસ્પિટલ રોડથી લાલટેકરી સુધીના રસ્તાને ન્યાય આપે તેવી લોકમાંગણી છે

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ કચ્છ 6351877367

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY