ધોળકા-વટામણ માર્ગના વિસ્તૃતીકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્હર્ત કરેલ.

0
31

આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી મનસુખ માંડવિયાએ જણાવેલ કે દેશના વિકાસ માટે રાજમાર્ગોનું નિર્માણ કરવું અનિવાર્ય છે.શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી સરકાર રાજ્માંર્ગોના નિર્માણ પર વિશેષ ભાર મૂકી રહેલ છે.આઝાદીમળ્યાથી ૨૦૧૪ સુધીમાં દેશમાં ૯૨ હજાર કિમી નેશનલ હાઈવે હતા. માત્ર૪ વર્ષમાં વર્તમાન સરકાર દ્વારા બીજા ૩૫૦૦૦ કિમી માર્ગોનું નિર્માણ કરેલ છે તથા બીજા ૫૩૫૦૦ કિમી રાજમાર્ગોનું કામ દેશમાં ચાલી રહ્યું છે. અગાઉ UPA સરકારમાં દિવસની ૧૧ કિમી માર્ગોનું નિર્માણ થતું હતુંજ્યારેઆજે દરરોજ ૨૮ કિમીનું નિર્માણ થાય છે.
વર્ષ ૨૦૧૦-૧૪ દરમિયાન ચાર વર્ષમાંUPAસરકાર દ્વારાકુલ૨૯,૩૦૦કીમી રાજમાર્ગોના નિર્માણ માટે એવોર્ડ આપેલા. જ્યારેવર્તમાન સરકારનાંચારવર્ષમાં૫૧,૦૭૩
કિમી રાજમાર્ગોના નિર્માણ માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. નવા ભારતના નિર્માણ માટે દેશમાં રોડ કનેક્ટિવિટીને પ્રાધાન્ય આપતા સરકારે “ભારતમાલા” પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે. જે અંતર્ગત પ્રથમ ચરણમાં કુલ ૩૫૦૦૦ કિમી રસ્તાઓનું નિર્માણ રૂ ૫,૩૫,૦૦૦ કરોડ ખર્ચે કરવાની યોજનાને મંજુરી આપેલ છે.ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ આગામી ૩ થી ૫ વર્ષ દરમિયાન હાથ ધરવા લાયક કામોમાંજુદા-જુદા ૫૭૫૧ કિમી લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને તથા ૭ લોજીસ્ટીક પાર્ક્સને રૂ ૧,૦૨,૧૭૦ના ખર્ચે સૈદ્ધાંતિક રીતે મંજુર કરાયેલ છે. જે પૈકીનો પ્રથમ લોજીસ્ટીક પાર્ક સુરત ખાતે નિશ્ચિત કરાયેલ છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ૫૦૫૪ કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો આવેલા છે. જે પૈકીના ૧૦૯૩ કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગ એપ્રિલ-૨૦૧૪ પછી ઉમેરાયા છે. ગુજરાતમાં હાલમાં જુદા-જુદા ૩૮ જેટલાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાંધકામના પ્રોજેક્ટ ચાલી રહેલ છે જેનો કુલ અંદાજીત ખર્ચ રૂ૧૪,૪૮૮કરોડ જેટલો છે.આ ઉપરાંત ૨૧૪૮કિમી જેટલા માર્ગોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે જેનો અંદાજીત ખર્ચ રૂ. ૨૫ હજાર કરોડ જેટલો થશે.
અમાદ્દાવાદ જીલ્લામાંભારત સરકાર દ્વારા CRF ફંડમાંથી નીચે મુજબના કામો મંજુર કરવામાં આવ્યા છે.
૧. વિરમગામ થી થલતેજ – શિલજ માર્ગ પર રેલવે ઓવરબ્રિજ રૂ. ૬૦ કરોડના ખર્ચે
૨. અમદાવાદ-બોટાદ-ધંધુકા માર્ગ પર રેલવે ઓવરબ્રિજ રૂ. ૬૫ કરોડના ખર્ચે
૩. અમદાવાદ-નવાપુરા-સરોડા-ધોળકા રોડ રૂ. ૪૮.૧૦ કરોડના ખર્ચે
૪. ધોળકા-વટામણ માર્ગને પહોળા અને મજબુત કરવાનુંકામ રૂ. ૫૨ કરોડના ખર્ચે
૫. વિરમગામ-માંડલ-દસાડામાર્ગને પહોળા અને મજબુત કરવાનું કામ રૂ. ૫૦ કરોડના ખર્ચે
આમ, રોડ કનેક્ટિવિટી વધે તથા મિસિંગ લીંકને નાબુદ કરી શકાય તે માટે સર્વગ્રાહી નિર્માણ યોજના બનાવી રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

માહિતીખાતું

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY