ભુજ:
ભુજમાં આજે કોંગ્રેસે દર્શાવેલા આશ્ચર્યજનક અને ઉગ્ર વિરોધે સમગ્ર ભુજમાં સનસનાટી સાથે ચર્ચા ઉજાગર કરી હતી. મંગળવારે થયેલી દુર્ઘટનામાં ભુજના અરિહંતનગરમાં રહેતા ૩૫ વર્ષીય આશાસ્પદ યુવાન વિક્રમસિંહ ચંદ્રસિંહ ચુડાસમાનું રખડતા ઢોરોના કારણે મોત નીપજ્યું હતું. જે મુદ્દે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસના અન્ય નગરસેવકોએ આજે ભુજ નગરપાલિકામાં હલ્લા-બોલ સાથે ઉગ્ર વિરોધ દર્શાવી સાથે ધબધબો બોલાવ્યો હતો. કોંગ્રેસે નગરપતિ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બરમાં ઘાસ નાખીને વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દર વર્ષે રખડતા ઢોરોને પકડવા માટે લાખો રૂપિયા ખર્ચાયા છે. ભુજ નગરપાલિકાએ આ માટે ઢોરવાડો પણ બનાવ્યા છે. પરંતુ,ભાજપના શાસકોને પ્રજાની સમસ્યાની કોઈ ચિંતા જ નથી.
દરમ્યાનમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવા માટે ભાજપ કાર્યાલયે પણ પહોંચ્યો હતો.અહીં પણ “ઘાસ” નાખીને કોંગ્રેસે ભાજપના રાજમાં ગેરરીતે વહીવટ અને ભ્રષ્ટાચારના છાજીયા લીધા હતા.વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા એ ભાજપ સરકારની “ગૌરક્ષા”ની નીતિને ઢોંગ ગણાવી આકરી ઝાટકણી કાઢી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને અન્ય નેતાઓ, સાંસદ વિનોદ ચાવડા ભુજમાં રહે છે અને રખડતા ઢોરોની સમસ્યાથી વાકેફ હોવા છતાંયે ભુજ નગરપાલિકાની નિષ્ફળ કામગીરી સામે મૌન હોવા અંગે સવાલો કર્યા હતો. જોકે, વાસ્તવિકતાએ છે કે,ભુજ ના મુખ્ય જાહેર રસ્તાઓ ગાયોના વથાણ બની ચુક્યા છે.તો મોટાભાગના રહેણાંક વિસ્તારો અને કોલોનીઓ પણ રખડતા ઢોરની સમસ્યાથી પરેશાન છે. લોકો વારંવાર રજુઆત કરે છે પણ વિકાસની વાહવાહના નામે પોતાની પીઠ થાબડતા ભુજ નગરપાલિકાના શાસકો પક્ષના વરિષ્ઠ નેતાઓને પણ દાદ આપતા નથી. તો બિચારા આમ આદમીનું કોણ સાંભળે? આ દરમ્યાન હમણાં તો કોંગ્રેસના આશ્ચર્યજનક વિરોધે ભુજ શહેરમાં રાજકીય સ્તરે સનસનાટી સર્જી છે.
રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ-કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"