દેશમાં વરસાદે પાછી પાની કરતાં કપાસને ફટકો : રૂના ઉત્પાદનને થશે અસર

0
2

ન્યુ દિલ્હી,તા.૧
દેશમાં આ વર્ષનું ચોમાસું હવે વિદાય લઈ રહ્યુ છે ત્યારે પાછળ ફરીને નજર કરીએ તો વરસાદ દેશ વ્યાપી ધોરણે આ વર્ષે અનિયમિત રહ્યો છે. અમુક રાજ્યોમાં વરસાદ વધુ પડતો થયો છે ત્યારે અમુક રાજ્યોમાં વરસાદ અપેક્ષાથી ઓછો થયો છે. કૃષિ પાકોના વાવેતર પછી અમુક રાજ્યોમાં વરસાદની જ્યારે જરૂર હતી ત્યારે પડયો નહિં અને જ્યારે જરૂર ન હતી તેવા સમયે વરસાદ પડતાં કૃષિ પાકોને લાભ ઓછો અને ગેરલાભ વધુ થયાના વાવડ મળ્યા છે. દેશના કપાસના વાવેતરને પણ આવી પરિÂસ્થતિનો સામનો કરવો પડયો છે.
કપાસના પાક માટે આ વર્ષના આરંભમાં દેશવ્યાપી ધોરણે વાવેતર વધુ થયું હતું પરંતુ ત્યારબાદ વિવિધ રાજ્યોમાંથી મળેલા સમાચાર મુજબ કપાસના ઉભા વાવેતરમાં પીન્કબોલ વોર્મ નામની જીવાત લાગુ પડી છે. આના પગલે વાવેતર વધવા છતાં છોડવાનો વિકાસ રુંધાતા પેદાશ- ઉપજ ઘટી છે.
પંજાબ, હરીયાણા તથા રાજસ્થાનના કપાસ ઉગાડતા ખેડૂતોના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હવે જ્યારે ઉભા પાકની કાપણી- હાર્વેસ્ટીંગનો સમય આવ્યો ત્યારે જ વરસાદ પડતાં પાકના પ્રમાણને તેમજ ગુણવત્તાને ફટકો પડયો છે. આ વરસાદના પગલે નોર્થ ઈન્ડિયામાં કપાસનો પાક આશરે ૧૦ લાખ ગાંસડી જેટલો ઘટવાની ભીતી છે. આ વરસાદ પૂર્વે ત્યાં કપાસનો પાક ૬૦થી ૬૫ લાખ ગાંસડીનો અંદાજાતો હતો તે હવે ૫૦થી ૫૫ લાખ ગાંસડી આસપાસ અંદાજાતો થયો છે.
દરમિયાન, કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં ૨૦મી સપ્ટેમ્બર સુધીના ગાળામાં કપાસનું વાવેતર ૧૧૫ લાખ હેક્ટરની આસપાસ થયું છે. આ વરસાદ સાથે પવન ફૂંકાતાં છોડવાઓ પરના ફુલો ખરી પડયા છે. આ ઉપરાંત વરસાદના પગલે ભેજ વધતાં પાકમાં જીવાતનો ઉપદ્રવ વધવાની પણ ચિંતા જન્મી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY