રાજપીપળા ખાતે હિન્દૂ દેવસ્થાન કમિટી હસ્તક ના મંદિરોના પુજારીઓ ને માત્ર પચીસો રૂપિયા પગાર..?!

0
109

વહીવટી તંત્ર આ મંદિરોનું સંચાલન કરે છે ત્યારે તેના પુજારીઓ સરકારી કેે ખાનગી ધારાધોરણ માં આવે…?

પગાર ની મામૂલી રકમ માંથી ફૂલ, પ્રસાદી, અગરબત્તી,ઘી, ધૂપ સહીત ની વસ્તુઓ પણ પુજારીએજ લાાાાવવાની હોય તો કારમી મોંઘવારીમાં બચે શું…?

રાજપીપળા: રાજપીપળા ખાતે હિન્દૂ દેવસ્થાન કમિટી હસ્તક ચાલતા આઠેક મંદિરોના પુજારીઓને પગાર પેટે માત્ર 2500/- રૂપિયા જેવી માસિક રકમ અપાતી હોવાની વાત જાણવા મળી છે ત્યારે આ કારમી મોંઘવારી માં પરિવાર સાથે 24 કલાક મંદિર ની સેવા માં હાજર રહેતા પૂૂજારીીઓની હાલત મંદિર બહાાર ભીક્ષા માંગતા ભિક્સુક કરતા પણ ખરાબ હોવાનું જાણવા મળે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે વહીવટી તંત્ર હસ્તક માં આવતા aemદિરો ના પૂજારી સરકારી કહેવાય કે ખાનગી…? એમને મળતું વેતન હાલ કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા મામૂલી કર્મચારીઓ કરતાા પણ ઘણું ઓછું મળતું હોવાથી એમની હાલત ખરાબ થઈ પડી છે. આ મંદિરોનાા પુજારીઓ ને મળતું માસિક 2500/- રૂપિયા જેવું વેતન એમના ખિસ્સા માંં જતું નથી બલ્કે એમાંથીજ મંદિર ની પ્રસાદી ,ફૂલ,ઘી ,અગરબત્તી સહીત નો સામાન ખરીદી લાવવો પડેે છે ઉપરાંત મંદીર ની સફાઈ કરતી મહિલાનો પગાર તેમજ સફાઈ માટે એસિડ, ફિનાઈલ, સાવરણી સહીત ની સામગ્રી પણ આ પગાર માંથીજ લાવવી પડે એમ જાણવા મળ્યું છે ત્યારે શું બચે…?

આજે એક સામાન્ય ચોથા વર્ગ ના કર્મચારીને પણ હજારો રૂપિયા માસિક પગાર પેટે મળે છે જેમાં એ ફક્ત આઠ કલાક કામ કરતા હોય છે ત્યારે પુજારીઓ તો લઘભગ મંદિર સાથે 24 કલાક બંધાયેલા રહેતા હોવા છતાં એમને મામૂલી રકમ ચૂકવાય એ ગંભીર બાબત છે.માટે દિવસે ને દિવસે વધતી મોંઘવારી ને ધ્યાને રાખી લાગતા વળગતા તંત્ર ના અધિકારીઓ આ મંદિરી ના પુજારીઓ અને એના પરિવાર ની ફિકર કરી યોગ્ય વેતન ચૂકવે એમના હિતમાં રહેશે.

બૉક્ષ: મંદિરની અવાક માંથીજ તમામ ખર્ચ કાઢવો પડે છે માટે મહેનતાણું એટલુંજ અપાય છે.

હિન્દૂ દેવસ્થાન કમિટી ના મંત્રી રાજુભાઈ સોલંકી સાથે આ બાબતે વાત કરતા એમણે જણાવ્યું કે અમારા હસ્તક આઠ મંદિર છે પરંતુ એમાં ફક્ત હરસિધ્ધિ માતાના મંદિરનીજ મુખ્ય આવક છે અને રાધા કૃષ્ણ મંદિર ના ભાડા ની આવક છે ત્યારે આ આવક માંથી તમામ મંદિરોનો ખર્ચ,નાનું મોટું રીપેરીંગ નવા વર્ષે અન્નનકોટ નો ખર્ચ સહીત પુજારીઓના મહેનતાણા સહીત તમામ ખર્ચ કાઢવો પડે અન્ય બીજી કોઈ અવાક ન હોય તો શું કરી શકાય.

ચીફ રિપોર્ટર,નર્મદા,શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY