ભુજ નગરપાલિકા સ્વચ્છતા નામે મીંડુ, ઐતિહાસિક ભુજીયા ડુંગરની તળેટી ફરતે કચરાના ઢગલાને ક્યારે ન્યાય મળશે

0
278

ભુજ: ભુજની આન-બાન અને શાન સમા‌ ઐતિહાસિક ભુજીયા ડુંગરની તળેટી ખાતે સ્મૃતિવનનું કામ ચાલુ છે, ત્યારે ભુજીયાની તળેટીમાં ફરતે બાયપાસ રોડ પર ચારેબાજુથી ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે, ત્યારે એક તરફ ઐતિહાસિક ભુજીયા ડુંગરની તળેટીનું સ્મૃતવન હેઠળ બ્યુટીફીકેશનનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ તળેટીના ફરતે રિંગરોડ ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા હોવાના કારણે ઘરની શોભાને લૂણો લાગી ગયો હોવાની આક્ષેપ ઠેરઠેર કરવામાં આવી રહ્યો છે.


ઈ.સ. ૨૦૦૧ ની સાલમાં કેસમાં ભયાનક ભૂકંપમાં માર્યા ગયેલા હજારો દિવંગતોના આત્માની શાંતિ અર્થે રૂ.૯ કરોડ કરોડથી વધુ રકમના ખર્ચે સ્મૃતિવનનું ચાર ફેસમાં નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યો છે. પ્રથમ ફેસનું કામ પૂર્ણ થયું છે બીજા ફેસનું કામ હાલ ચાલી રહ્યું છે, આવતા દિવસોમાં ઐતિહાસિક ભુજીયો કચ્છનો નંબર-૧ વન પ્રવાસન સ્થળ બની રહેશે. આ પરિસ્થિતિમાં ઐતિહાસિક ભુજીયા તળેટી ફરતે રિંગરોડ પસાર થાય છે. આ રિંગરોડ પર ઠેર-ઠેર રસ્તાની બંને બાજુ તથા ડિવાઇડરની વચ્ચોવચ્ચ કચરાના ગંજ ખડકાયા છે. અવારનવાર કચરાના ગંજ ઉપાડી લેવા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિવસ સુધી આ બાબતે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. સત્વરે ઐતિહાસિક ભુજિયા તળેટી ફરતે રિંગરોડમાં જે કચરાના ગંજ ખડકાયા છે તે તાત્કાલિક અસરથી દૂર કરે. એવી માંગણી કરવામાં આવી છે. સાથોસાથ રસ્તાઓ યોગ્ય બનાવે એવી માંગણી કરવામાં આવી છે.

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY