બેંગ્લુરુ,
તા.૨૨/૪/૨૦૧૮
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજ્યમાં બે બેઠકો પરથી વિધાનસભા ચૂંટણી લડવાનું સસ્પેન્સ શનિવારે સમાપ્ત થયું. સિદ્ધારમૈયા ઉત્તર કર્ણાટકના બાદામી સીટથી આગામી ૨૪ એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે.
સિદ્ધારમેયા કહે છે કે તેમની ઇચ્છા મૈસુરમાં ચામુંડેશ્વરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની છે. જાકે, આ પાર્ટીના સ્થાનિક નેતાઓની ઇચ્છા છે કે સી.એમ. બાદામીથી ચૂંટણી લડે. કારણકે જેમા ઉત્તર કર્ણાટકમાં કોંગ્રેસની સંભાવનાઓને મજબૂતી મળશે.
મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ૨૪ એપ્રિલે બપોરે ૨ થી ત્રણ વાગ્યે તેમનું નામાંકન પત્ર દાખલ કરશે.
સિદ્ધારમેયા મૈસુરમાં ચામુન્ડેશ્વરી વિધાનસભા બેઠકથી પોતાનું નામાંકરણ પહેલાં જ દાખલ કરી ચુક્્યા છે. તે કહે છે કે બાંગલકોટે અને વિજયપુરા જિલ્લાના સ્થાનિક નેતાઓનો આ બાબત પર દબાવ હતો કે બાદામીથી ચૂંટણી લડે પણ તે અંતિમ નિર્ણય કોંગ્રેસ ઉપાધ્યક્ષ પર છોડશે.
સિદ્ધારમેયા મૈસુરમાં સોમવારથી પહોંચી ગયા હતા. તેમણે પોતાનો સંપૂર્ણ કાર્યક્રમમાં ચામુન્ડેશ્વરી અને વરુણામાં વિધાનસભા વિસ્તારોમાં પ્રચારને સમર્પિત કર્યો છે. જણાવી દઇએ કે તેમના પુત્ર યતિન્દ્ર ચૂંટણી લડી રહ્યા છે. સિદ્ધારમેયા શનિવારથી મૈસુરથી બેંગાલુરુ પાછા આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





