નાણાંમંત્રાલયે રાષ્ટ્રકૃત બેન્કોને પત્ર લખ્યો ડિફોલ્ટરોના ફોટા અખબારોમાં છપાવવા માટે બૅંકોને આદેશ

0
34

ન્યુ દિલ્હી,
તા.૧૪/૦૩/૨૦૧૮

સરકારે બૅન્કોને ઇરાદાપૂર્વક કરજ પાછું નહિ ભરતા લોકોના નામ, ફાટા અને અન્ય વિગત અખબારોમાં છપાવવાની સૂચના આપી હતી. નાણાં મંત્રાલયે બધી રાષ્ટકૃત બૅન્કોને પત્ર લખીને આવા ડિફાલ્ટર્સના નામ સાથેના ફાટા પ્રસિદ્ધ કરતા પહેલાં બાર્ડની મંજૂરી લેવાની પણ સૂચના આપી હતી. રાષ્ટકૃત બૅન્કોનું જંગી કરજ ઇરાદાપૂર્વક નહિ ભરનારા લોકોની સંખ્યા ૨૦૧૭ના ડિસેમ્બરના અંતે વધીને ૯,૦૬૩ થઇ હતી.

કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણાપ્રધાન શિવપ્રતાપ શુકલે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે રાષ્ટકૃત બૅન્કોની આવી બૅડ લાન્સની રકમ રૂપિયા ૧,૧૦,૦૫૦ કરોડ થઇ ગઇ છે.

સરકારે ગયા અઠવાડિયે બૅન્કોની પાસેથી રૂપિયા પચાસ કરોડ કે તેનાથી વધુનું કરજ લેનારા લોકોના પાસપાર્ટની વિગત મગાવી હતી. પાસપાર્ટની વિગત હોય તો આવા ડિફાલ્ટર્સને દેશમાંથી નાસી જતાં રોકવામાં સહાય મળશે.

નાણાકીય સેવાના સચિવ રાજીવ કુમારે જણાવ્યું હતું કે બૅન્ક કૌભાંડમાં ડિફાલ્ટર્સના પાસપાર્ટની વિગત હશે તો તુરત પગલાં ભરી શકાશે. બૅન્કોએ હાલમાં જે લોકોએ રૂપિયા પચાસ કરોડથી વધુનું કરજ લીધું છે તેઓના પાસપાર્ટની વિગત ૪૫ દિવસમાં ભેગી કરવી પડશે.

નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, જતિન મહેતા જેવા અનેક ડિફાલ્ટર બૅન્કોનું કરજ ચૂકવ્યા વિના વિદેશ નાસી ગયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY