વેલિંગ્ટન,તા.૨૫
ન્યૂઝીલેન્ડમાં બે વર્ષ અગાઉ આવેલા ભીષણ ભૂકંપ પછી બે મુખ્ય ટાપુઓ એકબીજાની નજીક આવી ગયા છે અને તેમાંથી એક ટાપુ પરનું શહેર ડૂબી પણ રહ્યું છે. ઉત્તર અને દક્ષિણ ટાપુઓ વચ્ચેનું અંતર માત્ર ૩૫ સેમી જેટલું જ રહ્યું છે. જ્યારે દક્ષિણ દ્વિપનું શહેર નેલ્સન ૨૦ મિલીમીટર જેટલું સમુદ્રમાં ડૂબ્યું છે.
નિષ્ણાંતોએ કહ્યું છે કે, દેશમાં ૧૪ નવેમ્બર, ૨૦૧૬ના રોજ ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના પછી બંને દ્વિપ અનેક મીટર નજીક આવી ગયા છે. જાકે કેપ કેમ્પબેલ કે જે સાઉથ આઈલેન્ડ પર સ્થિત છે અને નોર્થ આઈલેન્ડમાં સ્થિતિ વેલિંગ્ટન વચ્ચેનું અંતર હજુ પણ ૫૦ કિમીથી વધુ યથાવત્ રહ્યું છે.
વર્ષ ૨૦૧૬માં જ્યારે આ ભૂકંપ આવ્યો ત્યારે ઓછામાં ઓછી ૨૫ ફોલ્ટ લાઈન્સને અસર થઈ હતી. જેના વિશે અર્થક્વેક જિયોલોજિસ્ટ રોબ લેંગરિજે કહ્યું હતું કે આ દુનિયામાં અત્યાર સુધીમાં આવેલો સૌથી અટપટો ભૂકંપ હતો. અન્ય એક વિજ્ઞાની સિગરુન રીન્સડોટ્ટીરે કહ્યું હતું કે અનેક ફોલ્ટ સર્જાવાના કારણે એ નક્કી થઈ શક્તું નથી કે ભૂકંપ પછી કઈ ફોલ્ટ લાઈન પરથી પ્લેટ ખસી રહી છે.
વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે સાઉથ આઈલેન્ડ પરના શહેર નેલ્સનને ભીષણ ભૂકંપની સારી એવી અસર થઈ છે અને તે ૨૦ મીમી જેટલું સમુદ્રમાં ડૂબ્યું છે. વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે આ મોટું પ્રમાણ નથી પરંતુ તે સ્પષ્ટ જાઈ શકાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






