કરતાપુર કોરિડોર : ઉદ્‌ઘાટનમાં સુષ્મા હાજર નહિ રહે,બે કેન્દ્રીય મંત્રી સામેલ થશે

0
12

ન્યુ દિલ્હી,તા.૨૫
પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના ઉદઘાટન સમારોહમાં ભારત તરફથી બે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ પુરી સામેલ થશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ૨૮ નવેમ્બરે કોરિડોરનું ઉદઘાટન કરશે. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સુષ્મા સ્વરાજ, નવજાત સિંધુ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને આવવાનું આમંત્રણ આપ્યું હતું સુષ્માએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવાના કારણે પ્રવાસ રદ્દ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારતના મંત્રીઓના પાકિસ્તાન પ્રવાસથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં નરમાશ આવશે.
સુષ્માએ જવાબમાં લખ્યું કે, આમંત્રણ આપવા માટે આભાર, પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવાથી પ્રવાસ રદ્દ કર્યો છે. સીખની ભાવનાઓને જાતા કરતારપુર સાહિબ પહોંચવાની પ્રક્રિયા સરળ હોવી જાઇએ. ૨૮ નબેમ્બર યોજનાર કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ માટે અમે બે મંત્રીઓ હરસિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ પુરીને મોકલી રહ્યાં છીએ. ગુરૂવારે ભારત અને પાકિસ્તાન બંનેએ પોતાના વિસ્તારમાં કોરિડોર બનાવવાની વાત કરી હતી. અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગુરુદાસપુરના ડેરા બાબા નાનકથી પાકિસ્તાન સીમા સુધી કોરિડોર બનાવવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY