આૅડિશામાં થયેલ નુકસાન-પુનર્વાસ માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાનને પત્ર લખ્યો

0
8

ભૂવનેશ્વર,તા.૧૩
આૅડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફાની તોફાનમાં કેન્દ્ર સરકારે કરેલી મદદ માટે આભાર માન્યો. ઓડિશામાં થયેલ નુકશાન અને પૂનર્વાસ માટે મદદ પણ પટનાયકે પત્રમાં માગી છે.
પટનાયકે પત્રમાં લખ્યું કે, ‘પ્રિય વડાપ્રધાન જી, સૌથી પહેલા હું કેન્દ્ર સરકાર દ્વારા ફાની બાદ ઓડિશાને જે મદદ કરવામાં આવી તેના માટે ધન્યવાદ કહેવા માંગુ છું. અસરગ્રસત જિલ્લામાં બહોળા પ્રમાણમાં લોકો મુશકેલી માંથી પસાર થયા છે, તેનો આશ્રય પણ છીનવાય ગયો છે. ઓડિસા સરકાર નુકશાનો અંદાજ લગાવી રહી છે જે બહુ જલ્દી થઈ જવાની આશા છે. બર્બાદ થયેલા ઘરોની સાછી સંખ્યા અને તેની સાથે જાડાયેલ માહીતી સર્વે થયા બાદ જાણવા મળશે. અંદાજા લગાવવામાં આવે તો વધુ અસર ૧૪ જિલ્લામાં જાવા મળે છે અને ૫ લાખ જેટલા ઘર નામ-શેષ થઇ ગયા અથવા મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. વધારે નુકશાન પૂરી જિલ્લામાં થયું છે’.
હું ઓડિશામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૫ લાખ ઘર બનાવવા માગ કરૂં છું. હું આજે ફરી કહી રહ્યો છું કે, ખાસ ફાળવણીમાં ઁઉડ્ઢને છુટ આપવામાં આવે. અમુક પ્રકારની પરિસ્થિતિઓ માટે એક વિશેષ ફંડ બનાવવા વિચાર કરવામાં આવે જેમા કેન્દ્ર અને રાજ્ય સરકાર ૯૦ઃ૧૦ના ગુણોતરમાં રૂપિયાની ફાળવણી કરે’.
પત્રના અંતમાં, પટનાયકે લખ્યું, ‘વરસાદ ટૂંક સમયમાં આવી રહ્યો છે અને ઓડિશામાં ચોમાસું ૧૦ જૂન સુધીમાં આવી શકે છે. તેથી, કેન્દ્ર સરકારની દરખાસ્તોને ધ્યાનમાં રાખીને, ઓડિશા સરકાર ૧ જૂન ૨૦૧૯ થી ઓર્ડર પસાર કરશે, જેથી અસરગ્રસ્ત લોકોને પાકું મકાન મળી શકે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY