લોભામણી સ્કીમો આપી કરોડો રૂપિયા પડાવતી ટોળકી પૈકી એકની ધરપકડ

0
8

સુરત,તા.૧૬
દેશના વિવિધ ૧૬ જેટલા રાજયોમાં આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે લોભામણી સ્કીમો આપી ગરીબો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેનાર ટોળકી પૈકી એકને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ ૧૬૭ લોકો પાસેથી ૧૨ કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી રફુચક્કર થઇ ગયા હતા.
પશ્રિમ બંગાળમા રહેતા વિકાસ છેત્રીએ વર્ષ ૨૦૧૩મા સુરત ક્રાઇમ બ્રાન્ચમા આસ્થા ગ્રુપ ઓફ કંપનીઝના ૧૬ ડાયરેકટરો વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. કંપનીના ડાયરેકટરો દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમા રહેતા ગરીબ લોકોને નિશાન બનાવાયા હતા. ઓછા રોકાણે બમણી રકમ મળશે તેવી લોભામણી સ્કીમોમા રોકાણ કરાવ્યુ હતુ. ડાયરેકટરોએ શરૂઆતના સમયમા તેઓને સારુ પેમેન્ટ ચૂકવ્યું હતું. જાકે બાદમા મોકો મળતાની સાથે જ કરોડો રૂપિયાની ઉચાપત કરીને કંપની બંધ કરી હતી અને ભાગી છૂટ્યા હતા. આ બનાવમાં ૧૬૭ લોકોના ૧૨ કરોડની માતબર રકમ લઇ ડાયરેકટરો ફરાર થઇ ગયા હતા. આટલુ ઓછું હોય તેમ કંપનીના નામે ખરીદ કરેલ મિલકતો પૈકી કેટલીક મિલકતો પોતાના નામે તથા સગા સંબધીના નામે કરી સગેવગે કરી દીધી હતી. ક્રાઇમબ્રાન્ચે આ બનાવમાં છ વર્ષ બાદ અર્જુન ચૌહાણ નામના આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY