આૅડિશામાં ફેની વાવાઝોડાથી ૯૩૩૬ કરોડનું નુકસાન થયુ

0
8

ભૂવનેશ્વર,તા.૭
ઓરિસ્સામાં ગયા મહિને આવેલા ૨૦ વર્ષના સૌથી શકિતશાળી તોફાન ફેનીએ રાજ્યમાં ભારે તબાહી મચાવી દીધી છે. ઓરિસ્સા સરકારના રાહત કમિશનરના જણાવ્યા પ્રમાણે, વિવિધ વિભાગોની તપાસમાં સામે આવ્યું છે કે રાજ્યને આ તોફાનથી ૯૩૩૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તોફાનથી ૧.૬ કરોડ લોકો પ્રભાવિત થયા છે અને અંદાજે ૫.૫ લાખ ઘર પૂર્ણ કે આંશિક રૂપે બરબાદ થયા છે. આ પરિસ્થિતીમાં ઓરિસ્સા સરકારે નુકસાનની ભરપાઈ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ પાસેથી ૫૨૨૧ કરોડ રૂપિયાની મદદ માગી છે.
મળતી માહિતી પ્રમાણે વાવાઝોડામાં અંદાજે ૬૬૪૩ કરોડ રૂપિયાની સાર્વજનિક સંપત્તિઓને નુકસાન થયું છે. આ ઉપરાંત પ્રભાવિત લોકોના રાહત અને બચાવ કાર્યોમાં ૨૬૯૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. રાજ્ય સરકાર અત્યાર સુધી આપત્તિ વ્યવસ્થાપન માટે જિલ્લા અને વિભાગોમાં ૧૩૫૭ કરોડ આપી ચુકી છે.
ઓરિસ્સાના ૨૦,૩૬૭ ગામમાં થયેલા સર્વેમાં સામે આવ્યું છે કે તોફાનના કારણે ૬૪ લોકોના મોત થયા છે. સાથે જ ૧૨ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. ૨૬૫૦ મોટા પ્રાણીઓ, ૩૬૩૨ નાના પ્રાણીઓ અને ૫૩ લાખથી વધારે પક્ષીઓ પણ તોફાન બાદથી ગુમ છે. આ વખતે ૧૨ લાખ લોકોને બચાવાયા હતા. ૨૬ લાખ લોકોને મેસેજ કરીને તમામ જાણકારી આપવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY