ફાની’ વાવાઝોડાનો કહેર : ઓડીશામાં તબાહી મચાવી, ૬નાં મોત

0
5

ભુવનેશ્વર,તા.૩
ચક્રવાત ફાની શુક્રવારે સવારે ઓડિશાના કાંઠા વિસ્તારમાં ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાયું. હવામાના વિભાગની જાણકારી મુજબ વાવાઝોડું પુરીના કાંઠે ટકરાયું. પ્રાથમિક અહેવાલ મુજબ ફાની ત્રાટકિયા બાદ અત્યારસુધીમાં ૬ વ્યકિતની મોત થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. સરકારે રાહત અને બચાવ માટે ૫,૦૦૦ શેલ્ટર હોમ બનાવ્યા છે. વડાપ્રધાન મોદી રાજસ્થાનમાં એક ચૂંટણી સભા સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર દેશ અસરગ્રસ્તોની સાથે છે, અસરગ્રસ્ત રાજ્યોના સંપર્કમાં છું, સરકારે અગાઉથી જ સહાયતા માટે રૂપિયા ૧,૦૦૦ કરોડની સહાય જાહેર કરી છે.
ઓડિશામાં ૧૧.૫૦ લાખ લોકોને સંવેદનશીલ વિસ્તારમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યાં છે. કાંઠાના વિસ્તારના લોકોને રાહત કેન્દ્ર, શાળા, કોલેજો તથા અન્ય સુરક્ષિત સ્થળોએ લઈ જવાયા છે. રાજ્યમાં ૩ હજાર રાહતકેમ્પો બનાવાયા છે. આ ઉપરાંત ૧૮ એનડીઆરએએફ તથા ૫૨૫ ફાયરની ટીમ તૈયાર કરાઈ છે. ઓડિશાના સરકારી વિભાગ તરફથી ટિવટ કરવામાં આવેલા વીડિયોમાં જાઈ શકાય છે કે વાવાઝોડાને કારણે ભુવનેશ્વર ખાતે આવેલા એઈમ્સના બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એઇમ્સની બિલ્ડિંગનું છાપરું પવનને કારણે ઉડી રહ્યું છે. ફાની વાવાઝોડાને કારણે શુક્રવારે ત્રણ વાગ્યા સુધી છ લોકોનાં મોત થઈ ચુક્વ્યા છે. વાવાઝોડાને કારણે વીજળીના અસંખ્યા થાંભલા તૂટી પડ્યા છે તેમજ વૃક્ષો ઉખડી ગયા છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારના અનેક ગામોમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યાં છે.
ઓડિશા મુખ્યપ્રધાન નવીન પટનાયક ગુરુવારે મોડી સાંજે પુરીની રાહત શિબિર સંગઠન કાર્યાલય પહોંચ્યા હતા અને દરેક તૈયારીની માહિતી લીધી હતી. તેમણે લોકોને ઘર અને શિબિરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. તેમણે દરેક ઓફિસરોને પરિસ્થિતિનો સામનો કરવા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરવાનો આદેશ આપ્યો છે.
પુરી શહેરમાં વીજપૂરવઠો સ્થગિત કરી દેવાનાં આદેશ આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે વાવાઝોડું ત્રાટકશે ત્યારે પવનની ગતિ વધીને પ્રતિ કલાક ૨૦૦થી ૨૩૦ કિ.મી. થઈ શકે છે.
ઓડિશાનાં એરપોટ્‌ર્સ ગુરૂવારથી જ બંધ કરી દેવાયા હતા. ઈસ્ટ કોસ્ટ રેલવે વિભાગે ઓડિશામાં ૨૨૩ ટ્રેનો રદ કરી દીધી. શાળા-કોલેજા બંધ રાખવામાં આવી.
બચાવ અને રાહત કામગીરી બજાવવા માટે ભારતીય સેનાની ત્રણેય પાંખ – ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના જવાનો તેમજ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ૮૧ ટૂકડીઓનાં જવાનો સજ્જ કરાયા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY