બોલ્ડ બનતા મને ઘરમાંથી પણ સપોર્ટ મળ્યો ન હતોઃ બિદિતા બાગ

0
6

મુંબઈ,તા.૨૯
બોલિવૂડમાં ‘બાબુમોશાય બંદૂકબાજ’ ફિલ્મથી ડેબ્યૂ કરીને ચર્ચામાં આવેલી અભિનેત્રી બિદિતા બાગ હવે કોઇ ઓળખની મોહતાજ નથી. પોતાની આવનારી ફિલ્મ ‘મોક્ષ ટુ માયા’માં બિદિતા બાગ એક વાર ફરી સશક્ત મહિલાનું પાત્ર ભજવીને ચર્ચામાં આવી છે.
આ ફિલ્મમાં બિદિતા માયા નામનું એક પાત્ર ભજવી રહી છે, જે ઉત્તર પ્રદેશના મથુરાની રહેવાસી છે. તેનાં લગ્ન રાજસ્થાનના એક ગામડાના એક આધેડ સાથે કરાવી દેવાય છે, જે ખૂબ જ અત્યાચારી છે. ગામમાં અચાનક એક મૃત્યુ થાય છે, જેની શંકા માયા પર જાય છે. આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે.
બિદિતા બોલ્ડ અભિનેત્રીની ઇમેજમાં બંધાતી હોવાનો ઇનકાર કરતાં કહે છે કે હું મારી પહેલી ફિલ્મમાં થોડી બોલ્ડ દેખાઇ હતી. આ ફિલ્મમાં કેટલાક બેડરૂમ સીન પણ હતા, જેને તમે વધુ બોલ્ડ ન કહી શકો. કરિયરની શરૂઆતમાં મને આ બધું કરવામાં પરેશાની થઇ હતી. તે સમયે મને ઘરમાંથી પણ સપોર્ટ મળ્યો ન હતો, પરંતુ મને હવે ઘરના લોકો પણ સમજી ચુકવ્યા છે.
મેં મારી કરિયર ફિલ્મો માટે પસંદ કરી છે તો આ બધું કરવું સામાન્ય બાબત છે. હવે હું બધું જ ખૂલીને કરવાનું પસંદ કરું છું. મારે ફિલ્મમાં સ્મોકિંગનાં દૃશ્યો પણ કરવાં પડે છે. સ્મોક કર્યા બાદ મને અડધો કલાક ખાંસી આવતી રહી, કેમ કે મેં કિયારેય સ્મોકિંગ કર્યું ન હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY