બિહારના સુશીલ મોદી સહિત મહાનુભાવ લિફ્ટમાં અટવાયા

0
9

મહાનુભાવોની મુલાકાત ટાણે જ સ્થાનિક સત્તાવાળાઓની લાલિયાવાળીની સામે આવતાં લોકોમાં નારાજગી દેખાઈ
અમદાવાદ,તા.૧૩
બિહારના ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદી અને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લિફ્‌ટમાં ફસાઇ ગયા હતા. લિફ્‌ટ ઓવરલોડ થઇ જતા બે મિનીટ માટે લિફ્‌ટ વચ્ચે જ રોકાઇ હતી. જેના કારણે તેઓ લિફ્‌ટમાં જ ફસાઇ ગયા હતા. જા કે, પાવર પૂર્વવત થતાં બાદમાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરી સુધી પહોંચી શક્યા હતા. અલબત્ત આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, મહાનુભાવોની મુલાકાત ટાણે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અવ્યવસ્થા અને હાલાકીનો સિલસિલો ચાલુ રહેતાં સામાન્ય જનતા સહિતના પ્રવાસીઓએ પણ રોષ ઠાલવ્યો હતો કે, જા મહાનુભાવોને પણ સુવિધાના મામલે આવા કડવા અનુભવો થાય છે તો છેલ્લા બાર દિવસમાં આમ જનતાએ કેવી હાલાકી ભોગવી હશે તે વિચારી જુઓ, ત્યારે તો કોઇ વ્યવસ્થાતંત્ર કે આયોજન જ ના હતું. બિહારના ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદી અને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સુશીલકુમાર મોદી અને સૌરભ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો લિફ્‌ટમાં જતા હતા ત્યારે રસ્તામાં જ લિફ્ટ ખોટકાઇ પડી હતી, જેના કારણે આ મહાનુભાવો અચાનક જ ફસાઇ ગયા હતા. લિફ્‌ટ ઓવરલોડ થતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરી સુધી જતી લિફ્‌ટ વચ્ચે જ રોકાઇ હતી. જેને કારણે તેઓ બે મિનીટ માટે લિફ્‌ટમાં જ ફસાઇ ગયા હતા. બિહારના ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદી અને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ લિફ્ટમાં ફસાયા હોવાના સમાચારને પગલે સ્થાનિક સત્તાતંત્ર અને સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જા કે, થોડી જ મિનિટોમાં પાવર પૂર્વવત થતાં બાદમાં સુશિલકુમાર મોદી અને સૌરભ પટેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરી સુધી પહોંચ્યા હતા. બિહારના ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદી સ્થાનિક પ્રવાસીઓને મળ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના પ્રતિનિધી તરીકે ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સુશીલકુમાર મોદીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી મોદીજીનું સ્વપ્ન સાકાર થયું છે. મોદી જે કહે છે કે, તે કરી બતાવે છે. પ્રતિમા માટે બિહારના ખેડૂતોએ પણ લોખંડ આપ્યું હતું.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY