ગયા,તા.૮
બિહારમા ગયાના મોહડા વિસ્તારમાં બે સગીર બહેનો સાથે અપહરણ અને સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. બન્ને બહેનો જ્યારે સૌચ કરવા માટે ઘરથી બહાર ગઇ હતી ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, છોકરીઓના પિતાએ ગામમાં દારૂના ગેરકાયદેસર વેપાર કરી રહેલા લોકોની માહિતી આપી હતી, જેની અદાવત રૂપે અજાણ્યા શખ્સોએ છોકરીઓનું બોલેરો કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેમના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
જ્યારે પોલીસને બળાત્કારની માહિતી મળી ત્યારે તેઓ હદસા ગામની આટા મિલ પર દરોડા પાડવા પહોંચ્યા હતા જા કે હુમલાખોરોએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. જેને પગલે એક કોન્સટેબલનું પગ તૂટી ગયો હતો. આ સિવાય હુમલામાં અન્ય એક પોલીસકર્મી પણ ઘવાયો હતો જેની સ્થિતિ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પોલીસને બન્ને બહેનોનું અપહરણ અને ગેંગરેપની ફરિયાદ મળી હતી. બન્ને પીડિતાએ જણાવ્યું હતું કે, અજાણ્યા શખ્સો તેમને બોલેરો કારમાં ઉઠાવી ગયા હતા. તેમના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. નાની બહેનની સામે મોટી બહેન પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પીડિત છોકરીઓના પિતાએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં કેટલાક લોકો ગેરકાયદે દારૂનો વેપાર કરી રહ્યા હતા. તેમની વિરુદ્ધ ફરિયાદ કરાતા તેમણે મારી છોકરીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



