બીજા કોઈ પક્ષની રેલીમાં જશો તો પીળિયો થઈ જશે અને હું દવા આપીશ ત્યારે જ મટશે

0
14

ભાજપ નેતા ઓમ પ્રકાશ રાજભરેનું વિવાદાસ્પદ નિવેદન
લખનઉ,તા.૨૧
બીજેપીના નેતા અને મંત્રીઓના દિવસે દિવસે બફાટ વાળા નિવેદનો સામે આવી રહ્યાં છે. હવે વધુ એક મંત્રીએ જાહેરમાં બફાટ કર્યો છે. યોગી સરકારના પછાલ કલ્યાણ વિભાગના મંત્રી રાજભરે મહિલા અધિકાર મહારેલીને સંબોધતા આ અજુગતુ નિવેદન આપ્યું હતું.
મંત્રી ઓમ પ્રકાશ રાજભરે પોતાના કાર્યકરોને કહ્યુ કે, બીજા કોઇ પક્ષની રેલીમાં જશો તો મારો શ્રાપ લાગશે, પીળીયો થઇ જશે અને પીળીયો ત્યારે મટશે જ્યારે તમે રાજભરની દવા લેશો.
મંત્રી રાજભરે કહ્યુ કે, “દારુ સમાજ માટે કેન્સરથી પણ ભયાનક છે. આના કારણે ગરીબ વધુ ગરીબ થતો જાય છે. મહિલાઓ પોતાના બાપ, પતિ અને પુત્રને પછી ખોઇ બેસે છે. આ સામાજિક ઝેરને જડમૂળમાંથી કાઢીને ફેંકી દેવા ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ લીધો છે કે પૂર્ણ દારુબંધી કરવી જોઇએ. જા યુપી સરકારમાં દારુબંધી ના થઇ તો અમે કોઇપણ કુરબાની આપવા તૈયારી છીએ.”
“મે ગીતા-રામાયણ વધુ નથી વાંચી, પણ સાંભળ્યું છે કે જેવી કમાણી થાય છે, એવી જ જતી પણ રહે છે. એટલે જેવું અન્ન ખાશો તેવો એડકાર આવશે. જા સરકારના ખજાનામાં શરબની આવકના પૈસા જશે તો શું રાજ્ય ક્યારેય પણ સુખ-શાંતિ અનુભવશે?”
નોંધનીય છે કે, આ પહેલા પણ મંત્રી અનેક જગ્યાએ વિવાદોમાં આવી ચૂક્યા છે. ૨૮ એપ્રિલે રાજભરે વારાણસીમાં કહ્યુ હતું કે, સૌથી વધુ દારુ યાદવ અને રાજપૂત પીવે છે અને બદનામ રાજભર સમાજ થાય છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY