બીજિંગ,તા.૧૫
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલાના પગલે આખો દેશ ગુસ્સામાં છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ હુમલાની નિંદા થઈ રહી છે. જાકે પાકિસ્તાનના મિત્ર અને ભારતના બીજા પાડોશી એવા ચીને ભારતના ઘા પર મીઠું ભભરાવવાનુ કામ કર્યુ છે.ચીને આ હુમલાની નિંદો તો કરી છે પણ તેના માટે જવાબદાર જૈશ એ મહોમ્મદના મુખિયા અઝહર મસૂદનો સાથ આપ્યો છે.
ભારતે આતંકવાદી સંગઠનના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદીઓના લિસ્ટમા મુકવાના પ્રસ્તાવ પર સાથ આપવા માટે અપીલ કરી હતી પણ ચીને ભારતનો સાથ આપવાનો ઈનકાર કર્યો છે.
ચીને વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતુ કે ચીનને આતંકવાદી હુમલાની જાણકારી મળી છે.અમે સ્તબ્ધ છે.અમે શહીદોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરીએ છે અને કોઈ પણ પ્રકારના આતંકવાદની ચીન નિંદા કરે છે.
જ્યારે પ્રવક્તાને મસૂહ અઝહરને વૈશ્વિક આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ કરવા અંગે સવાલ પૂછાયો ત્યારે તેમણે કહ્યું હતુ કે સુરક્ષા પરિષદની ૧૨૬૭ કમિટીએ લિસ્ટિંગ અને આતંકવાદી સંગઠનો પર પોતાની શરતો સાફ કરી દીધી છે.ચીન આ મામલાને જવાબદારીપૂર્ણ રીતે હેન્ડલ કરવાનુ ચાલુ રાખશે.
ભારતે કરેલી અપીલને સાથ આપવાનો ચીને ઈનકાર કરીને ભારતને ફટકો માર્યો છે.ચીન યુએનએસસીનુ સ્થાયી સભ્ય છે અને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ કરવાના ભારતના પ્રયત્નો સામે હંમેશા ચીને વિરોધ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



