બીજિંગ,તા.૨૧
વિશ્વની બે આર્થિક મહાશકિત અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વારનો ભારતને ફાયદો થઈ રહ્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ દાવો કર્યો છે કે ભારતમાંથી અમૂક વસ્તુઓની નિકાસ ઝડપથી વધી રહી છે અને આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં રેકોર્ડ નિકાસ કરવાની આશા છે. ખરેખર, ચીને ગયા વર્ષે જુલાઈથી જ અમેરિકન આયાત પર ભારે ટેરિફ થોપી રાખ્યો છે, જેનો ફાયદો ભારતને થઈ રહ્યો છે.
અમેરિકા અને ચીનમાં વ્યાપાર તણાવથી જે સેક્ટરમાં ફાયદો ઉઠાવવામાં આવી શકે છે, ત્યાં ભારત પોતાની નિકાસ વધારવાના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યું છે. આ વાતનો પુરાવો છે કે ચીનમાં ભારતે સમુદ્રી ઉત્પાદન, ઓર્ગેનિક, કેમિકલ્સ, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ ઉત્પાદન, અંગૂર, ચોખા વગેરેની નિકાસ વધારી દીધી છે. ભારતનુ ચીનની સાથે વ્યાપાર નુકસાનમાં ઘટાડો થઈને માત્ર ૪૦ અબજ ડોલર રહ્યું છે.
અમેરીકાએ ગયા વર્ષે ચીનના ૨૫૦ અબજ ડાલરના સામાનની આયાત પર આયાત શુલ્ક ૨૫ ટકા વધાર્યો હતો. જેના જવાબમાં ચીને પણ ૧૧૦ અબજ ડાલરના અમેરીકાના સામાન પર આયાત દર વધારી દીધો. ચીનના અખબારમાં લખવામાં આવ્યું છે કે ફક્ત નવ મહિનામાં જ ભારતે ચીનની નિકાસ વધારીને ૧૨.૭ અબજ ડાલર પહોંચી ગયુ છે, જ્યારે ગત નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૩.૩૩ અબજ ડાલરની નિકાસ થઇ હતી.
શાંઘાઈ ઈન્સ્ટીટ્યૂટ ફાર ઈન્ટરનેશનલ સ્ટડીજના સેન્ટર ફાર એશિયા-પેસિફિક સ્ટડીમાં ડાયરેક્ટર ઝાઓ ગાંગછેંગે ચીનના અખબારને જણાવ્યું કે ગયા વર્ષે જુલાઈમાંથી જ ભારતથી ચીનમાં પરંપરાગત કેમિકલ ઉત્પાદનો સિવાય ચોખા, સોયાબીન, ફળ અને મકાઈ જેવા કૃષિ ઉત્પાદનોની નિકાસ વધી રહી છે. ૨૦૧૮માં ચીને ભારતમાંથી ચોખાની આયાત માટે ૧૪ની જગ્યાએ ૧૯ રજીસ્ટર્ડ નિકાસકારોને મંજૂરી આપી હતી. એટલું જ નહીં, ચીને ભારતમાંથી સોયાબીન આયાત પર પણ આયાત સમાપ્ત કરી દીધી હતી. આ અગાઉ તેના પર ૩ ટકાની આયાત શુલ્ક લગાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



