આતંકી અઝહરથી ફફડ્યું ચીન..!,ચીન-પાક.કોરિડોરને ટાર્ગેટ કરે તેવી સંભાવના

0
23

બિજિંગ,તા.૮
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહર પર સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધના પ્રસ્તાવ પર સભ્ય દેશોને આવતા સપ્તાહે ૧૩મી માર્ચ સુધી નિર્ણય લેવાનો છે. અત્યાર સુધી આ રાહમાં અડંગી લગાવી રહેલા ચીન પુલવામા એટેક બાદ આ વખતે પ્રસ્તાવનો વિરોધ છોડી શકે છે પરંતુ તેને ચિંતા સતાવી રહી છે કે આવી કાર્યવાહીથી જૈશ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ને ટાર્ગેટ કરી શકે છે.
સૂત્રોનું કહેવું છે કે આ વખતે અઝહર પર પ્રતિબંધના નવા પ્રસ્તાવ પર સમર્થનનો મૂડ બનાવી રહેલ ચીન તેના માટે પણ કોશિષ કરી રહ્યું છે કે પાકિસ્તાન તરફથી તેને સુરક્ષાની ગેરંટી મળે. ઝ્રઁઈઝ્ર માત્ર પાકિસ્તાનના ગેરકાયદે કબ્જાવાળા કાશ્મીર અને ગિલગિત-બાલિસ્તાન થઇ પસાર થતું નથી, પરંતુ ખૈબર પખ્તૂખ્વાના માનશેરા જિલ્લામાંથી પણ પસાર થાય છે, અહીં બાલાકોટ આવેલ છે. આ જિલ્લામાં કેટલાંય આતંકી ટ્રેનિંગ કેમ્પ છે. પુલવામા આત્મઘાતી હુમલા બાદ ઈન્ડિયન એરફોર્સે બાલાકોટમાં જ જૈશના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પને બર્બાદ કર્યો હતો.
ચીને તાજેતરમાં CPEC માટે બાલાકોટની નજીક મોટાપાયે જમીન ખરીદી છે. આ સિવાય POK માંથી થઇ પાકિસ્તાનને ચીન સાથે જાડનાર કારાકોરમ હાઇવે પણ માનશેરામાંથી થઇ પસાર થાય છે. ચીનના ઉપ વિદેશ મંત્રી કોંગ જુઆનયો એ ૫-૬ માર્ચના રોજ પાકિસ્તાનની મુલાકાત કરી હતી. એવું મનાય છે કે તેમણેCPECની સુરક્ષાની ગેરંટની લઇ ચર્ચા કરી. CPEC ચીનના મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશટિવ (BRI)ની અંતર્ગત ફ્લેગશિપ પ્રોજેક્ટ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY