પરિણીતાને ઓરડીમાં ઢસડી જઈ સામૂહિક દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
12

જુનાગઢ,તા.૮
માણાવદરના પાણીના ટાંકી પાસે ત્રણ શખ્સો મહિલા સાથે બળજબરી કરવા લાગ્યા હતા. ત્રણેય મહિલાને એક ઓરડીમાં ઢસડી ગયા હતા અને તેના પર વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં બળાત્કાર બાદ મહિલાની તસવીરો પણ પોતાના મોબાઇલમાં ક્લિક કરી હતી. જે બાદમાં મહિલાને આ વાત કોઈને ન કહેવાની ધમકી આપી હતી અને તેને ત્યાંથી ભગાડી મૂકી હતી.
આ બનાવ ૨૬મી ફેબ્રુઆરીના રોજ બન્યો હતો. મહિલા ૧૨ વાગ્યાની આસપાસ પાણીની ટાંકી ખાતે કપડાં ધોવા માટે ગઈ હતી. આ સમયે ગામના જ ત્રણ શખ્સો, કનુ વાઘરી, ડાયા રબારી અને ઇમરાન મહિલાને ઢસડીને એક ઓરડીમાં લઈ ગયા હતા. અહીં ત્રણેયએ વારાફરતી મહિલા પર બળજબરી કરી હતી.
બળજબરી બાદ ત્રણેયએ મહિલા સાથે મારપીટ પણ કરી હતી. ત્રણેય શખ્સોએ આપેલી ધમકી બાદ મહિલાએ શરૂઆતમાં કોઈને આ વાત કહી ન હતી. જોકે, અંતે હિંમત આવતા મહિલાએ છઠ્ઠી માર્ચના રોજ ત્રણેય શખ્સો વિરુદ્ધ માણાવદર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ કેસમાં ગુનો નોંધીને ત્રણેય શખ્સોની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY