નવી શરૂઆત કરે ભારત-પાકિસ્તાન, સંકટને અવસરમાં બદલે : ચીન

0
107

બીજિંગ,તા.૮
પુલવામા હુમલો અને એર સ્ટ્રાઇકબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલો તણાવ હવે એક વૈશ્વિક સ્તર પણ મુદ્દો બની ગયો છે. વિશ્વના અલગ-અલગ દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે કઇ રીતે તણાવ ઓછો કરી શકાય તે બાબત પર કામ કરી રહ્યા છે. ત્યારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને શુક્રવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને પુલવામા આતંકવાદી હુમલા બાદ એક બીજા સાથે સમાધાન કરીને એક નવી શરૂઆત કરવી જાઇએ.
આ સીવાય ચીનના વિદેશ મંત્રી જણાવે છે કે બન્ને દેશોએ આપસમાં સર્જાયેલા તણાવને ખતમ કરીને નવી શરૂઆત કરવી જોઇએ અને આ તણાવને દીર્ધકાલીન સુધારાના અવસરમાં બદલવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ ધટના પછી વિશ્વના ઘણા દેશો આ મામલે ભારત અને પાકિસ્તાનના સંબંધો સુધરે અને તણાવ ઓછો થાય તે માટે પ્રયાસો કર્યા હતા. અમેરિકા દ્વારા પણ બન્ને રાષ્ટ્ર આપસમાં સંબંધ સુધારે તે માટે સૂચનો કર્યા હતા.
તમને જણાવી દઇએ કે ૧૪ ફેબ્રુઆરીના દિવસે કાશ્મીરના પુલવામા જિલ્લામાં જૈશ-એ-મહોમ્મદના આતંકવાદી દ્વારા સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. જેના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાન પર ૨૬ ફેબ્રુઆરીના દિવસે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ બન્ને બનાવ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં વધારો થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY