ભૂવનેશ્વર,તા.૮
કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે ઓરિસ્સામાં નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, અત્યાર સુધી જેટલા વડાપ્રધાન બન્યા છે તેમણે બધાએ જેટલા જૂઠ બોલ્યા છે તેનાથી વધારે જૂઠ વડાપ્રધાન મોદી બોલી ચુકવ્યા છે. તેમણે રાફેલ મામલે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારતીય વાયુસેનાએ બોમ્બ ઝીંકિયા હતા, તેમાં આપણા લોકો પણ શહીદ થયા હતા. ૭૦ વર્ષથી એચએએલ વાયુસેના માટે વિમાન બનાવે છે. વડાપ્રધાન દેશ ભકિતની વાત કરે છે અને વાયુસેનાના નાણા લઇને તેમણે તેમના મિત્ર અનિલ અંબાણીને આપી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે, જા નરેન્દ્ર મોદી સાડા ૩ લાખ કરોડ રૂપિયા અમીર લોકોને આપી શકે છે તો કોંગ્રેસ પાર્ટી પણ ગરીબોને નાણાં આપીને બતાવશે.
આ સિવાય તેમણે મહિલા સુરક્ષા માટે ઓરિસ્સાની પ્રત્યેક પંચાયતમાં એક સ્પેશ્યિલ ઓફિસરની નિમણૂક કરવાની વાત કરી હતી. આ સિવાય તેમણે એક નાણાકીય નિગમની સ્થાપના કરવાની વાત કરી હતી જે નાના અને મધ્યમ વર્ગની મહિલાઓને વેપાર માટે નાણાંકીય સહાય પૂરી પાડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




