ચીનમાં બેકાબૂ બનેલી કારે છને કચડી નાંખતા મોતઃ ડ્રાઇવર ઠાર

0
6

બિજિંગ,તા.૨૨
ચીનના હ્યૂબેઈના જાયોયાન્ગ શહેરમાં શુક્રવારે સવારે ઘટેલી એક કરુણ ઘટનામાં છ વ્યકિતના મોત થયા હતા. બેકાબુ બનેલી એક કાર વાયુ વેગે આવી અને ઘણા લોકોને કચડી નાખ્યા હતા. જેમાં છ વ્યકિતના મોત થયા હતા. આ ઉપરાંત છથી સાત વ્યકિત ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ડ્રાઈવરે કાર પરથી અંકુશ ગુમાવી દેતાં આ અકસ્માત સર્જાયો હતો.
ગાડી બેકાબુ બનીને લોકોને અડફેટે લઈ રહી હતી ત્યારે તેને અટકાવવા માટે પોલીસે ડ્રાઈવર પર ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ દુર્ઘટના શુક્રવારે સવારે બની હતી દુર્ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરીને મામલાની તપાસ હાથ ધરી હતી. ડ્રાઇવરે કેવી રીતે અંકુશ ગુમાવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY