સુરેન્દ્રનગર ડીએસપી ની સૂચના થી સાયલા મંદિર ચોરી નો ભેદ ઉકેલાયો

0
115

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સાયલા ખાતે થયેલ મંદિર ચોરીના ગુન્હામાં ગંભીરતાથી તપાસ કરી, ગુન્હો ડીટેકટ કરી, આરોપીઓને પકડી, ચોરીમાં ગયેલ મુદ્દામાલની પરત મેળવવા સઘન પ્રયાસો કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી.

પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તથા સ્ટાફના હે.કો. બળવંતસિંહ, યોગેશભાઈ, મયુરસિંહ, ઇન્દ્રસિંહ, હરદેવસિહ સહિતના સ્ટાફ દ્વારા સાયલા હાઇવે સાયલા સરકલ નજીક આરોપી હાજર હોવાની એ.એસ.આઈ હરદેવસિંહને બાતમી મળેલ જે બાતમી આધારે આરોપી (1) વિક્રમ ઉફે જીગો મગનભાઈ કોળી ઉ.વ.20 રહે.સાયલા (2) સંજયભાઇ વિરજીભાઇ કલાડીયા ચુ.કોળી ઉ.વ.20 રહે.સાયલા તા.સાયલા વાળાને પકડી પાડવામાં આવેલ છે._

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તથા સ્ટાફના હે.કો. બળવંતસિંહ, , યોગેશભાઈ, મયુરસિંહ, ઇન્દ્રસિંહ, હરદેવસિહ સહિતના સ્ટાફ દ્વારા સાયલા સરચલ ઉપરથી પકડાયેલ મંદીર ચોરીના આરોપીની પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપીએ સાયલા ખાતે સતવારા પરામા આવેલ ચામુડા માતાના મંદીરમા ચોરી કરેલની કબુલાત કરવામાં આવેલ હતી. સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી,મદીરમા ચોરી કરેલ મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે .
સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તથા સ્ટાફ દ્વારા પકડાયેલ આરોપીઓની પૂછપરછ હાથ ધરી, *આ સિવાય બીજા ક્યાં ક્યાં મંદીરોમા ચોરી કરેલ છે..? પકડાયેલ આરોપી સાથે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ…? બીજા ગુન્હામાં સંડોવણી છે કે વોન્ટેડ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ બાબતે તપાસ હાથ ધરી, પકડાયેલ આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે._

દિપકસિંહ વાઘેલા
લીંબડી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY