શ્યાઓમીના ફાઉન્ડર બોનસમાં મળેલા ૬૬૩૧ કરોડ રૂપિયાના શેરનું દાન કરશે

0
3

બિજિંગ,તા.૧૧
સ્માર્ટફોન કંપની શ્યાઓમીના ફાઉન્ડર અને સીઈઓ લે જૂન (૪૯)ને ૯૬.૧ કરોડ ડોલર(૬,૬૩૧ કરોડ રૂપિયા)ની વેલ્યુના ૬૩.૬૬ કરોડ શેર બોનસમાં મળ્યા છે. કંપનીમાં જૂનના યોગદાન માટે તેમને આ બોનસ આપવામાં આવ્યું છે. જૂન તમામ શેરનું દાન કરશે. કંપનીએ બુધવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે. જાકે એમ જણાવવામાં આવ્યું ન હતું કે દાન કોને આપવામાં આવશે.
ચીનમાં ગત વર્ષે સ્માર્ટફોનનું વેચાણ ઘટવાને કારણે શ્યાઓમીના શેરની કિંમતમાં ઘટાડો થયો છે. તેને સેમસંગ, એપલ, હુવાવે, ઓપ્પો અને વીવોની સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૦ વર્ષ જૂની કંપની શ્યાઓમીનો શેર ગત વર્ષે જુલાઈમાં હોન્ગકોંગના શેર બજારમાં લિસ્ટ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY