હારનો સામનો કરી રહેલી કોહલીની ટીમ ડેલ સ્ટેનને મેદાને ઉતારશે..!!

0
4

બેંગલુરુ,તા.૧૧
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટીમ આરસીબી માટે અત્યાર સુધી આઈપીએલ-૧૨ની સીઝન ઘણી જ ખરાબ રહી છે. ટીમને આ સીઝનમાં સતત ૬ હાર મળી છે. ટીમે પ્લે આૅફમાં જગ્યા મેળવવા માટે બાકીની તમામ મેચો જીતવી પડશે. આરસીબીએ આ સીઝનમાં હજુ ૮ મેચ રમવાની છે. આવામાં એક હાર ટીમને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. બાલિંગ અને ફીલ્ડિંગમાં આરસીબીનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું. મેચ જીતવા માટે ટીમે ફીલ્ડિંગમાં અને બાલિંગમાં ખાસ ધ્યાન આપવું પડશે.
બુધવારનાં રોજ દક્ષિણ આફ્રિકાનાં ઝડપી બાલર ડેન સ્ટેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. સ્ટેનની આ સ્ટોરી જાઇને ફેન્સ અંદાજા લગાવી રહ્યા છે કે તે આઈપીએલમાં આરસીબી તરફથી રમવા માટે ભારત આવી રહ્યો છે. સ્ટેને પોતાની વિઝાની સ્ટોરી સાથે ‘લિટિલ સરપ્રાઇઝ’ કેપ્શન લખ્યું છે. સ્ટેનનાં વિઝામાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તે ભારતમાં ક્રિકેટ રમવા માટે આવી રહ્યો છે. જા કે તેણે વિઝા પર લખવામાં આવેલી કેટલીક વાતો છુપાવી છે. ભારતમાં અત્યારે આઈપીએલ રમાઇ રહી છે, તેનો મતલબ સ્પષ્ટ છે કે સ્ટેન આ લીગમાં ભાગ લેવા માટે આવી રહ્યો છે.
બીજી તરફ આૅસ્ટ્રેલિયાનાં ઝડપી બાલર નાથન કુલ્ટર નાઇલની ગેરહાજરીમાં ટીમને ઝડપી બોલરની જરૂર છે. બીજી ટીમોની વાત કરીએ તો દરેક ટીમે ઇજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય ખેલાડીને સામેલ કરી લીધા છે. આવામાં આરસીબીની ટીમ નાઇલની જગ્યાએ સ્ટેનને સામેલ કરી શકે છે. આરસીબીએ પોતાની આગામી મેચ ૧૩ એપ્રિલનાં રોજ કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમવાની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY