મોદીના નેતૃત્વવાળી સરકાર બનશે તો ભારત-ચીનના સંબંધો સારા બની રહેશે : ચીન

0
17

બિજિંગ,તા.૨૦
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન સાથે સંબંધ બનાવવા માટે પાચ વર્ષ સુધી ભારત તરફ લાવવાનો પ્રયત્ન કરતા રહ્યાં. તો વળી મોદી પણ અવારનવાર ચીનના પ્રવાસે જતા હતા. જ્યારે એક્ઝિટ પોલ બહાર આવી ગયા છે ત્યારે ચીનનાં એક સમાચાર પત્રમાં લખ્યું છે કે, એક્ઝિટ પોલમાં મોદીનાં નેતૃત્વવાળી ભાજપની સરકાર આવી રહી છે. જા આવું થયું તો એક વાત નક્કી છે કે ચીનનાં ભારત સાથે પહેલા હતાં એવા જ સારા સંબંધો બન્યાં રહેશે.
ચીન એ ભારતનો સૌથી મોટો વેપારી સાથી દેશ છે. માટે એ રીતે જાવા જઈએ તો આ પગલુ મોદીએ બરાબર ભર્યું હતું. ભારતમાંથી ચીનમાં મિનરલ્સ જતા હતા અને ચીન એ ભારતને મશીનરી અને બીજી પણ ઘણી વસ્તુઓ આયાત કરે છે.
મોદી સરકાર પાંચ વર્ષમાં ૧.૭ અરબ ડોલરનું રોકાણ વિદેશમાંથી લાવી શકી જ્યારે મનમોહન સરકાર માત્ર ૪૦૦ મિલિય ડોલર જ લાવી શકી હતી. પીએમ મોદી અમેરિકાનાં ટ્રમ્પને ૩ વખત જ મળવા ગયા છે જ્યારે શી જિનપિંગ સાથે ૧૫ વખત મુલાકાત કરી ચુકવ્યા છે. માટે સુત્રોએ એક મોટા અંગ્રેજી સમાચાર પત્ર સાથે વાત કરતા જણાવ્યું કે જા મોદી આ વખતે જીતે છે તો ચીન સાથે ભારતનાં સંબંધો સકારાત્મક દિશામાં આગળ વધતા રહેશે. કિયાને કહ્યું કે, જો મોદી નથી જીતતા અને કાંગ્રેસ સતામા આવે છે તો પણ વધારે નુકશાન નહીં થાય. કારણ કે ચીન સાથે ભારતનાં સારા સંબંધો ભારતના રાષ્ટ્રીય હિતમાં છે.
કિયાને આગળ કહ્યું કે ચૂંટણી દરમિયાન ભલે નેતાઓ ચીન વિશે જેવું તેવું બોલે પણ એ જીતશે ત્યારે તો એવું જ વિચારશે કે જે રાષ્ટ્રની ભલાઈ માટે હોય. અને મુર્ખાતા ભર્યુ કોઈ પગલું નહીં ભરે. માટે ચીની મીડિયાએ આગળની સરકારને લઈને મોદી સરકાર પર શંકા ઓછી અને આશા વધારે બતાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY