રાજપીપલા :
રાજપીપલાનજીક વડીયા કરાંઠા રોડને પહોળો બનાવવા રોડની બંને બાજુ ખોદકામ નું કામ ચાલી રહ્યું છે આ કામ છેલ્લા ત્રણ થઇ ચાર મહિના થઇ ગયા પણ એટલી મંથર ગતિએ કામ ચાલે છે, રોજ અવર જવર કરતા લોકો પરેશાન થઇ ગયા છે અને જેને અડીને આવેલ વૃંદાવન સોસાયટીના રહીશોને ઘણી તકલીફ પડી રહી છે સોસાયટીના પ્રમુખ વિનોદ વસાવા એ કોન્ટ્રાક્ટર ને વારંવાર રજૂઆતો કરી પણ કોઈ ઝડપી કામ ના થતા આજે એક મોટી ઘટના ટળી હતી. જેથી રહીશો રોષે ભરાયા અને કામ અટકાવી દીધું, જોકે સૌથી પહેલા રહેણાંક વિસ્તારોનું કામ ઝડપથી પતાવવા સૂચના પણ આપી હતી.
વડિયા ગામની વૃંદાવન સોસાયટીમાં રહેતા ઈર્શાદ અહેમદ મિલકાના બે પુત્રો એક ધોરણ 6 માં ભણતો પુત્ર કાસમ અને ધોરણ 4 માં ભણતી પુત્રી હાધ્યા બંને ભાઈ બહેન સાયકલ પર સવારે 7.30 કલાકે સ્કૂલે જતા હતા જેમાં રોડની કામગીરી ચાલતી હોય ગમે ત્યાં પથ્થરો કપચી પડેલી છે અને રોડની સાઈડ પર ત્રણ ફૂટ ઉંડો ખાડો ખોદેલો છે. જેમાં આ બંને ભાઈબહેન પડ્યા જેમાં હાધ્યાને પથ્થર હાથમાં વાગતા અંગુઠાનો ભાગ ચિરાઈ ગયો અને 14 જેટલા ટાંકા આવ્યા જયારે કાસમ ને પગના ભાગે 4 ટાંકા આવ્યા હતા જે અકસ્માત થી વૃંદાવન સોસાયટી ભેગી થઇ ગઈ ને કોન્ટ્રાક્ટર ને ધક્કે ચડાવ્યો અને કામ અટકાવ્યું હતું જોકે રહેણાક વિસ્તાર માં પહેલા કામ પૂર્ણ કરે તો આવા અકસ્માતો સર્જાઈ નહિ જેથી રહીશોએ માંગ કરીએ સોસાયટી બહાર કામ વહેલું પૂર્ણ કરવા માંગ કરી છે.
આ બાબતે વૃંદાવન સોસાયટી ના પ્રમુખ વિનોદ વસાવા એ જણાવ્યું છે કે આ બંને બાળકોને માથાના ભાગેના વાગ્યું એ નસીબ છે પણ હાથ પર 14 ટાંકા આવ્યા જેની પરીક્ષા પણ સમાજો આપી નહિ શકે કોણ જવાબદાર આ બધાનું કોન્ટ્રાક્ટર ગોકળ ગતિએ કામ કરે છે જેને સોસાયટી બહારનું પુરાણ કરવા કેટલીય વાર કહ્યું પણ કોઈ ફરક ના પડ્યો હવે આ બંને છોકરાઓને વાગ્યું છે જેથી તેની સામે ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છે ની વાત જણાવી હતી.
રિપોર્ટર- નર્મદા,ભરત શાહ ,9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"