બીજિંગ,તા.૨૨
ચીની બનાવટના ડ્રોન ચીનની જાસૂસી સંસ્થાને સંવેદનશીલ માહિતીમાં પ્રવેશવાની અને તે ચોરવાની સગવડ કરી આપી શકે એમ હોવાની ચેતવણી અમેરિકાએ આપી હોવાનું અમેરિકાના પ્રસારમાધ્યમમાં પ્રગટ થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ આૅફ હામલેન્ડ સિકિયોરિટી-ડીએચએસએ ચેતવણી આપી છે કે ચીની બનાવટના ડ્રોનથી સંસ્થાની માહિતી સામે જોખમ છે.
ચીન-અમેરિકાના ટ્રૅડ વારને પગલે ચીનના ટૅકિનકલ ક્ષેત્રની અભૂતપૂર્વ તપાસ કરવામાં આવી રહી હોવા વચ્ચે અમેરિકાની આ ચેતવણી આવી પડી હતી. અમેરિકાના વાણિજ્ય ખાતાએ ચીનની કંપનીઓને ૯૦ દિવસની રાહત આપી હોવા છતાં ચીનની કંપનીઓને અમેરિકાની ટૅક્નોલાજીની ટ્રાન્સફર કે વેચાણ કરવા અમેરિકાની કંપનીઓ પર અસરકારક પ્રતિબંધ લાદવા બદલ અમેરિકાએ ચીનની હ્યુંવેઈ પર રોષ ઠાલવ્યો છે.
અમેરિકાની ગુપ્તચર સંસ્થાનું માનવું છે કે હ્યુવેઈને ચીનના લશ્કરનો ટેકો છે અને તેનાં ઉપકરણો ચીનની જાસૂસી એજન્સીઓને પાછલે બારણેથી અન્ય દેશોના સંદેશવ્યવહાર નૅટવર્કમાં પ્રવેશવાની સગવડ કરી આપે છે. અમેરિકાએ પણ તેના નિકટના સાથી દેશો પર હ્યુંવેઈની ટૅક્નોલાજી નકારવા દબાણ ઊભું કર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





